Hot Gossips 2013 : થોડો પ્રેમ, દગો અને થોડી તકરાર!

મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડમાં દર વર્ષે કેટલાક એવા સમાચારો આવે જ છે કે જે સાચા પણ હોય છે ને ખોટા પણ, પરંતુ પુરાવા વગર કંઈ કહેવું મુશ્કેલ હોય છે. વર્ષ 2013માં પણ એવા જ સમાચારો આવ્યાં કે જે બૉલીવુડના ફૅન્સને ઘણા હેરાન કરતા રહ્યાં. અનેક વખત આવા સમાચારો ખોટા સાબિત થયાં અને એક્ટર્સે તેવી ગૉસિપ અંગે પોતાનો ખુલાસો કર્યો અને સાથે જ મીડિયાને જવાબદાર ઠેરવી તેને સેલિબ્રિટીઓની પ્રાઇવેસી જાળવવા સાવચેત કર્યાં, પણ અનેક વખત સ્ટાર્સ દ્વારા ઇનકાર કરવા છતા સમાચારો સાચા પણ સાબિત થયાં અને સ્ટાર્સના જીવનમાં અનેક નવા વળાંકો આવ્યાં.

ફૅન્સ પણ પોતાના સ્ટાર્સના નવા રૂપો જોઈ બહુ આશ્ચર્યચકિત થયાં. અનેક વખત આવા સમાચારોની અસર સ્ટાર્સની પર્સનલ લાઇપ ઉપર પડી. ખેર વર્ષ 2013ની સોથી મોટી અને રસપ્રદ ગૉસિપ રહી શાહરુખ ખાન અને સલમાન ખાનની મૈત્રીની, જ્યારે આવું કંઈ પણ થયું નહોતું. જોકે આ વર્ષે અનેક વખત બંને સ્ટાર્સને એક સાથે પાર્ટીમાં જોવામાં આવ્યાં અને બંનેએ એક-બીજા અંગે ખુલ્લા મને વાત પણ કરી, પરંતુ પછીથી બંનેએ પોત-પોતાની રીતે ખુલાસો કર્યો કે તેમની વચ્ચે કોઈ પર્સનલ ઝગડો નથી, પરંતુ બંનેના રસ્તા જુદા-જુદા છે.

આ ઉપરાંત કેટલાંક સ્ટાર્સના અફૅરની ચર્ચા પણ હૅડલાઇન્સમાં રહી. તેમાં રણબીર કપૂર અને કૅટરીના કૈફ વચ્ચેના અફૅરનો સમાવેશ થઈ જાય છે. ચાલો તસવીરો વડે જાણીએ હૉટ ગૉસિપ્સ ઑફ 2013 :

હૃતિક-બાર્બરા

હૃતિક-બાર્બરા

હૃતિક રોશન અને સુઝાન રોશન વચ્ચે છુટાછેડાના સમાચારે સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં. આ છુટાછેડા પાછળના કારણમાં હૃતિક અને બ્રાબરા મૂરી વચ્ચેનું અફૅર કહેવાય છે. જોકે આ સમાચાર ફિલ્મ કાઇટ્સ દરમિયાન પણ ચર્ચામાં હતાં, પરંતુ પછી હૃતિકે ખુલાસો કર્યો હતો કે આવું કંઈ નથી.

સુઝાન-અર્જુન

સુઝાન-અર્જુન

સુઝાન અને હૃતિકના છુટાછેડાનું બીજુ મોટુ કારણ સુઝાન અને અર્જુન રામપાલ વચ્ચેનું અફૅર કહે છે. સુઝાન-અર્જુન ફૅમિલી ફ્રેન્ડ્સ છે. અર્જુન-સુઝાનની સારી બનતી હતી અને બંને એક-બીજા સાથે પોતાની વાતો શૅર પણ કરતા હતાં. બંનેની નિકટતાઓ અંગે અનેક સવાલો ઊભા થતાં રહ્યાં છે.

લિંગ પરીક્ષણ

લિંગ પરીક્ષણ

આ વર્ષે શાહરુખ ખાનના પરિવારમાં વધુ એક મહેમાનનું આગમન થયું, તે પણ સરોગેસી વડે, પણ આ મહેમાન સાથે જ શાહરુખ સાથે ઘણા વિવાદો પણ જોડાઈ ગયાં. ખબરોમાં કહેવાયું કે શાહરુખે પોતાના પુત્રનું લિંગ પરીક્ષણ કરાવ્યુ હતું અને તેથી તેમને જાણ હતી કે તેમને પુત્ર જ થનાર છે.

સલમાન-લુલિયા

સલમાન-લુલિયા

થોડાક વખત અગાઉ સલમાન ખાન અને વિદેશી અભિનેત્રી લુલિયા વેંચરના અફૅરની પણ ચર્ચા ચાલી હતી. બંને વચ્ચે અફૅરની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી. કહેવાયુ હતું કે સલમાન પોતાની ફિલ્મના શૂટિંગ દરમિયાન લુલિયાને પણ પોતાની સાથે લઈ ગયા હતાં.

અરમાન-તનીષા

અરમાન-તનીષા

બિગ બૉસ 7એ આ વખતે અનેક ગૉસિપ્સને જન્મ આપ્યો. બૉલીવુડની ફ્લૉપ અભિનેત્રી તનીષા મુખર્જી અને અરમાન કોહલીના અફૅર અંગે અનેક ગંભીર સમાચારો આવ્યાં. અહીં સુધી કે બંને વચ્ચેનો એક લીક્ડ સેક્સ વીડિયો પણ ચર્ચામાં આવ્યો, પરંતુ હકીકતમાં આ માત્ર એક ગૉસિપ હતી. તેનાથી વધુ કંઈ જ નહોતું.

અમિતાભ-રેખા

અમિતાભ-રેખા

અમિતાભ બચ્ચનના જન્મ દિવસથી થોડાક દિવસ અગાઉ અમિતાભ-રેખાની એક જ ફ્લાઇટમાં તસવીર લીક થઈ. અમિતાભ સાથે એક પાયલોટ તસવીર ક્લિક કરતો હતો અને તે તસવીરમાં પાછળની સીટની બારી પાસે જ રેખા પણ હતાં કે જેઓ પોતાના હાથે પોતાનું મોઢું છુપાવવાની કોશિશ કરતા હતાં.

ઐશ-જયા

ઐશ-જયા

થોડાક દિવસ ખબર આવી કે ઐશ્વર્યા રાય અને સાસુ જયા બચ્ચન વચ્ચે તકરાર ચાલે છે. ઐશે જુદા રહેવાનો નિર્ણય કર્યો છે, પણ હકીકતમાં આવુ કંઈ નથી. એક જ ઘરમાં રહેવાના કારણે ક્યારેક-ક્યારેક કેટલીક ગેરસમજણો ઊભી થઈ જ જાય છે.

દીપિકા-રણબીર

દીપિકા-રણબીર

આ વર્ષે દીપિકા પાદુકોણે અને રણવીર સિંહની રામલીલા ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અફૅરના સમાચારો પ્રસર્યાં, પણ હકીકતમાં આ બધુ ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે નિકળ્યું.

રાણી-આદિત્ય

રાણી-આદિત્ય

રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના અફૅરના સમાચારો આ વર્ષે સુર્ખિયોમાં રહ્યાં. અહીં સુધી કે બંનેએ લગ્ન કર્યાના સમાચારો પણ વહેતા થયાં. આ સમાચારે ત્યારે જોર પકડ્યું કે જ્યારે યશ ચોપરાની મૂર્તિના અનાવરણ સમારંભ દરમિયાન રાણી મુખર્જીને રાણી ચોપરા કહી સંબોધવામાં આવ્યાં.

ઉદય-નરગિસ

ઉદય-નરગિસ

ઉદય ચોપરા તેમજ નરગિસ ફખરીના રોમાંસના સમાચારો ગૉસિપની લિસ્ટમાં રહ્યાં. જોકે આદિત્ય-નરગિસ બંનેએ આ વાતનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે એવુ કંઈ જ નથી. અમે માત્ર સારા મિત્રો છીએ.

અંદાઝ અપના અપના 2

અંદાઝ અપના અપના 2

અંદાઝ અપના અપના 2 શરૂ થવા તેમજ સલમાન-આમિર ખાન ફરી સાથે કામ કરવા અંગેના સમાચારો પણ આ વર્ષે વહેતા થયાં, પણ પછી આમિરે જણાવ્યું કે આવુ કંઈ જ નથી અને હાલ અંદાઝ અપના અપનાની સિક્વલ બનાવવાનું કોઈ આયોજન નથી.

શાહરુખ-સલમાન

શાહરુખ-સલમાન

શાહરુખ-સલમાન વચ્ચે પૅચ-અપ પણ વર્ષ 2013ની સૌથી મોટી ગૉસિપ રહી. સલમાને બાબા સિદ્દીકી દ્વારા અપાયેલી ઇફ્તાર પાર્ટીમાં શાહરુખને ગલે લગાડ્યાં અને પછી એક પ્રેસ કૉન્ફ્રંસ દરમિયાન શાહરુખ-સલમાન વચ્ચે દુશ્મની ખતમ થવાની વાતો પણ થઈ.

કૅટ-રણબીર

કૅટ-રણબીર

વર્ષ 2013ની હૉટ ગૉસિપ્સમાં કૅટરીના કૈફ અને રણબીર કપૂરના અફૅરનો પણ સમાવેશ કરી શકાય છે. આ જોડી અંગે કહેવાય છે કે તે લગ્ન મંડપ સુધી પહોંચવાની છે. તાજેતરમાં કૉફી વિથ કરણ શોમાં કરીનાએ કૅટને ભાભી તરીકે સંબોધ્યાં, પરંતુ પછી કૅટે ધૂમ 3ની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું કે તેઓ રણબીર સાથે લગ્ન કરવા નથી જઈ રહ્યાં. જોઇએ હવે શું થાય છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X