Pics : નવી અભિનેત્રીઓએ હૉટ બનાવ્યો 2012

મુંબઈ, 24 ડિસેમ્બર : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે નવા-નવા ચહેરાઓનો ઉમેરો થતો રહે છે. દર વર્ષે કેટલાં નવા ચહેરા ફિલ્મોમાં દેખાય છે અને એક-બે ફિલ્મો બાદ ક્યાંક ખોવાઈ જાય છે, પરંતુ તેમાંના કેટલાંક ચેહરાઓ બૉલીવુડના પ્રાણ બની જાય છે અને લોકોના ફેવરિટ પણ.

આ વર્ષે પણ બૉલીવુડના દિગ્દર્શકોએ અનેક નવા ચહેરાઓને બ્રેક આપ્યું અને તેમને પોતાની ફિલ્મોમાં કંઇક એવી રીતે ઉતાર્યાં કે લોકો તેમને જોઈ ઘેલા જેવા થઈ ગયાં. તેમાંથી કેટલીક અભિનેત્રીઓએ તો હિટ ફિલ્મો આપી પોતાનો આવનાર સમયની સફળ અભિનેત્રીઓમાં સમાવેશ કરવાનો પ્રયત્ન પણ કર્યો, તો કેટલીકકે પોતાનું જિસ્મ બતાવી માત્ર થોડાંક વખત માટે પોતાને ગૉસિપ અને હૅડલાઇન્સ તરીકે જાળવી. આવી હિટ-ફ્લૉપ અભિનેત્રીઓમાં સમાવેશ થતાં નામો છે સન્ની લિયોન, આલિયા ભટ્ટ, એમી જૅક્શન, ઇલિયાન ડીક્રૂઝ. આ ઉપરાંત પણ અનેક અભિનેત્રીઓ આ વર્ષે બૉલીવુડમાં હૉટ સેંસેશનની જેમ સામે આવી. તેમાંની કેટલાંકની ફિલ્મો ભલે ન ચાલી હોય, પણ તેમની હૉટ હૉટ અદાઓ અને તેમના અંદાજો જોવા સૌ કોઈ થિયેટર સુધી જરૂર પહોંચ્યાં. સન્ની લિયોનની ફિલ્મ અંગે તો એટલા વિવાદો થયાં કે લોકો વિવાદોના પગલે ફિલ્મો જોવા પહોંચ્યાં, પરંતુ એમ કહેવું અયોગ્ય હશે કે તેમાંની દરેક એક્ટ્રેસે પોતાનું અંગ પ્રદર્શન કે પછી સેક્સી અદાઓના પગલે લોકોને પોતાની ફિલ્મો જોવા મજબૂર કર્યાં.

તો આવે મળીએ ન્યુકમર્સ હૉટ અભિનેત્રીઓને.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

પોતાની ફિલ્મોમાં નવા ચેહરાઓને બ્રેક આપવા માટે જાણીતાં કરણ જૌહરે આ વર્ષે વધુ એક નવો અને સેંસેશનલ ચહેરો પડદે ઉતાર્યો. મહેશ ભટ્ટના પુત્રી અને પૂજા ભટ્ટના બહેન આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો.

સન્ની લિયોન

સન્ની લિયોન

આ વર્ષની ન્યુકમર્સમાં સૌથી વધુ હૅડલાઇન્સમાં હતાં સન્ની લિયોન. સન્ની એક પોર્ન સ્ટાર છે કે જેમણે બિગ બૉસ 5 દ્વારા પહેલી વાર લોકોનું ધ્યાન ખેંચ્યું. મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 વડે તેમણે બૉલીવુડમાં એન્ટ્રી કરી અને આજે તેમની પાસે મોટા બૅનરની મોટી ફિલ્મો છે.

ઇલિયાના ડીક્રૂઝ

ઇલિયાના ડીક્રૂઝ

અનુરાગ બાસુની બર્ફી ફિલ્મ દ્વારા ઇલિયાના ડીક્રૂઝે પણ બૉલીવુડમાં પ્રવેશ કર્યો. તેમને તો પ્રથમ જ ફિલ્મથી ઑસ્કાર સુધીનું નૉમિનેશન મળી ગયું કે જે કોઈના પણ માટે ગૌરવની બાબત કહેવાય.

એમી જૅક્શન

એમી જૅક્શન

એક દીવાના થા ફિલ્મથી એક ખૂબસૂરત મૉડેલ એમી જૅક્શને બૉલીવુડમાં એન્ટ્રી કી. ફિલ્મ ભલે ન ચાલી, પણ એમીનું સૌંદર્ય તથા તેમની સેક્સી અદાઓ સૌને મોહી ગઈ.

નતાલિયા કૌર

નતાલિયા કૌર

રામ ગોપાલ વર્માની ડિપાર્ટમેંટમાં નતાલિયા કૌરે એક આયટમ સૉંગ કર્યું તથા આ સૉંગ વડે તેઓ ચર્ચામાં આવ્યાં. એવું પણ કહેવાયં કે જિસ્મ 2ના પોસ્ટરમાં જે છોકરીનું શરીર દેખાવાયું, તે નતાલિયા કૌર જ છે.

યામી ગૌતમ

યામી ગૌતમ

ફિલ્મ વિકી ડોનરમાં યામી ગૌતમ પ્રથમ વાર નજરે પડ્યાં. આ ફિલ્મમાં યામીએ કોઈ પ્રકારનું અંગ પ્રદર્શન કર્યુ નહીં, પણ આમ છતાં તેમની એક્ટિંગે લોકોના હૃદયમાં પોતાની એક જગ્યા બનાવી લીધી.

પાઓલી ડૅમ

પાઓલી ડૅમ

હેટ સ્ટોરીના એક્ટ્રેસ પાઓલી ડૅમે પણ આ વર્ષે જ બૉલીવુડમાં પગલુ મુક્યું, પરંતુ નથી ફિલ્મ ચાલી કે નથી પાઓલી.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

અનુરાગ કશ્યપની ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુરના એક્ટ્રેસ હુમા કુરૈશીએ આ વર્ષે કહેર વરસાવ્યો. સામાન્ય માણસ તો ઠીક, કમાલ આર. ખાન સુદ્ધાએ હુમા સાથે હમબિસ્તર થવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. હુમાએ લવ શવ તે ચિકન ખુરાનામાં પણ કામ કર્યું.

ડિયાના પેંટી

ડિયાના પેંટી

સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણેની કૉકટેલ ફિલ્મમાં એક નવો ચહેરો ડિયાના પેંટી નજરે પડ્યાં. ડિયાનાની એક્ટિંગ તો કંઇ ખાસ પસંદ કરાઈ નહીં, પણ તેમનું ભોળપણ સૌને ગમ્યું.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

મહેશ ભટ્ટની રાઝ 3માં પણ એક એશા ગુપ્તા તરીકે નવો ચહેરો નજરે પડ્યો. એશાની સેક્સી અદાઓ તથા એક્ટિંગે લોકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યાં. જોકે બિપાશા સામે તેઓ ફીકા રહ્યાં, પરંતુ આમ છતાં તેમની પણ ફિલ્મમાં પ્રશંસા કરાઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X