5 Reasons : બિપાશાએ શાહરુખ-હૃતિકને આપી માત! હવે આમિરનો વારો?

મુંબઈ, 18 ડિસેમ્બર : બિપાશા બાસુ તથા કરણ સિંહ ગ્રોવરની આગામી ફિલ્મ ઍલોનના ટ્રેલરે તહેલકો મચાવી દીધો છે. બીજી બાજુ તેમની અને કરણ સિંહ ગ્રોવરની જે કેમેસ્ટ્રી કતરા... ગીતમાં દેખાઈ રહી છે, તે હિસાબે જોવામાં આવે, તો આ ગીત બૉલીવુડને કેટલાક બહેતરીન રેકૉર્ડ્સ આપી શકે છે.

બિપાશા બાસુ અને નવોદિત અભિનેતા કરણ સિંહ ગ્રોવર અભિનીત ઍલોન ફિલ્મના ટ્રેલરે 4 મિલિયન કરતા વધુ વ્યૂઝ કમાવી લીધાં છે કે જે હૃતિક રોશન અભિનીત બૅંગ બૅંગ તથા શાહરુખ ખાન અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ કરતા ઘણા વધારે છે. બીજી બાજુ આમિર ખાનની આગામી ફિલ્મ પીકેને અત્યાર સુધી એક માસમાં 8 મિલિયન વ્યૂઝ મળ્યાં છે, તો બિપાશાની આવનાર ફિલ્મ ઍલોનને એક સપ્તાહમાં તેના કરતા અડધા વ્યૂઝ મળી ચુક્યાં છે.

જાણો તે પાંચ કારણો કે જે બિપાશાને આપી રહ્યાં છે શાહરુખ-હૃતિકને પછાડવાનું સુપર પાવર :

બિપાશા ઇઝ બૅક

બિપાશા ઇઝ બૅક

લાંબા સમય બાદ બિપાશા પોતાના તે જ અંદાજમાં કમબૅક કરી રહ્યા છે કે જેના માટે તેમને બૉલીવુડે માથે બેસાડ્યા હતાં. બોલ્ડ, બ્યુટીફુલ એન્ડ સેક્સી. જે બોલ્ડનેસ તથા કૉન્ફિડંસ સાથે બિપાશા પોતાને કૅરી કરે છે, તે લાંબા સમયથી દર્શકો મિસ કરતા હતાં.

નો કંટ્રોવર્સી, માત્ર કામ

નો કંટ્રોવર્સી, માત્ર કામ

લાંબા સમયથી બિપાશા માત્ર વિવાદમાં હતાં. અગાઉ જ્હૉન સાથે બ્રેક-અપ માટે, પછી હરમન બાવેજા સાથે લિંક-અપ માટે અને પછી બ્રેક-અપ માટે, પરંતુ આ બધાની વચ્ચે ક્યારેય પૉઝિટિવ એનર્જી તેમનામાં દેખાઈ નહીં.

જ્હૉન સાથે જોવાની ટેવ

જ્હૉન સાથે જોવાની ટેવ

બિપાશાની જૂની મોટી હિટ ફિલ્મો યાદ કરીએ, તો આપને બિપાશાને જ્હૉન અબ્રાહમ સાથે જોવાની ટેવ પડી ગઈ છે. તેવામાં બિપાશા પોતાની આ જૂની ઈમેજ તોડી નવી વસ્તુઓ ટ્રાય કરતા હતાં, પરંતુ જ્હૉન નું મૅચ મળવું મુશ્કેલ હતું.

યહી હૈ રાઇટ ચૉઇસ બૅબી

યહી હૈ રાઇટ ચૉઇસ બૅબી

કરણ સિંહ ગ્રોવર સાથે પૅરિંગ બિપાશાનો સૌથી સારો નિર્ણય હતો. તેઓ બંને એક-બીજાને સૂટ કરી રહ્યાં છે અને તેવામાં બિપાશા તે જ અવતારમાં લોકોને દેખાયાં કે જેવા તેઓ રાઝમાં દેખાયા હતાં.

હૉરર એટલે હૉરર

હૉરર એટલે હૉરર

છેલ્લી કેટલીક ફિલ્મોમાં ટૅગ તો હૉરર ફિલ્મોનો હતો, પણ નહોતી તેમાં વાર્તા કે નહોતું બિવડાવનાર ફૅક્ટર. ભારતીય દર્શકો એકથી બઢકે એક સારી હૉરર ફિલ્મો જુએ છે. તેવામાં બિપાશાની ઍલોનનું જુદુ એંગલ લોકોને પસંદ આવ્યો.

બોનસ

બોનસ

કરણ સિંહ ગ્રોવર ટેલીવિઝન જગતના હૅન્ડસમ હંક છે અને તેમનું ફૅન ફૉલોઇંગ બહુ લાંબુ છે. તેથી હૉટ કરણ અને હૉટ બિપાશા સાથે હશે, તો કોણ ક્લિક કરવા નહીં ઇચ્છે? અને હજી સુધી આપે ટ્રેલર ન જોયું હોય, તો જોઈ નાંખો, નહિંતર આપ ઘણું બધું મિસ કરી નાંખશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X