લખનૌ ઍરપોર્ટે સિક્યુરિટી ગાર્ડ સાથે બાઝી પડ્યાં સૈફ
મુંબઈ, 22 માર્ચ : બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લખનૌ ખાતે દુર્વ્યવહાર થયું છે. અગાઉ બુલેટ રાજાના શૂટિંગ માટે લખનૌ ખાતે ગયેલાં સૈફને તેમના ફૅન્સે ઘેરી લીધા હતાં અને એક ફૅને તેમનો હાથ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે આ વખતે તેમની સાથે દુર્વ્યવહાર કરનાર કોઈ ફૅન નહીં, પણ ઍરપોર્ટનો જ એક કર્મચારી હતો.

મળતી માહિતી મુજબ સૈફ અલી ખાન લખનૌ ઍરપોર્ટે બેસી પોતાની ફ્લાઇનો ઇંતેજાર કરી રહ્યા હતાં. તેઓ વીઆઈપી લોંજમાં બેઠા હતાં. તે જ વખતે એક ગાર્ડે આવી સૈફને જણાવ્યું કે તેઓ અહીં ન બેસી શકે. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે આ વીઆઈપી લોન્જમાં માત્ર કેટલાંક વીઆઈપી લોકો જ બેસી શકે કે જેમની યાદી સરકાર પોતે બનાવે છે.
સૈફ અલી ખાન આ સાંભળી ગુસ્સે ભરાઈ ગયાં અને ગાર્ડ સાથે બાઝી પડ્યાં. જોકે સૈફે વાત વધારી નહીં, આમ છતાં ત્યાં હાજર અધિકારીઓએ આવી સૈફ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મધ્યસ્થતા કરવી પડી અને ત્યારે સૈફ થોડાક નૉર્મલ થયાં.












Click it and Unblock the Notifications
