Pics : સેટ ઉપર ચાર કલાક પહેલા પહોંચી જતો ‘ક્રિશ’!
મુંબઈ, 30 ઑક્ટોબર : ફિલ્મ ક્રિશ 3માં અભિનેતા હૃતિક રોશનને સુપર હીરો તરીકે પોતાના લૅન્સ વડે કેદ કરનાર જાણીતા સિનેમેટૉટોગ્રાફર તિરુએ હૃતિકને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સમર્પિત કલાકારોમાંના એક ગણાવ્યાં છે. તિરુ કહે છે કે હૃતિક મન દઈને કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે.
તિરુએ આઈએએનએસને જણાવ્યું - એક સુપર હીરો બનવું બિલ્કુલ સરળ નથી, કારણ કે તેના માટે સખત મહેનત અને સમર્પણ જોઇએ, પણ કામ પ્રત્યે હૃતિકના સમર્પણે આ કામ મહદઅંશે સરળ કરી નાંખ્યું. હૃતિક રોશન વચનબદ્ધ કલાકાર છે. સવારે નવ વાગ્યે શરૂ થતા શૂટિંગ માટે તેઓ વહેલી સવાલે પાંચ વાગ્યે જ સેટ ઉપર આવી જતાં અને પોતાની જાતને તૈયાર કરવાનું શરૂ કરી દેતાં. ફિલ્મમાં વિવેક ઓબેરૉય, પ્રિયંકા ચોપરા અને કંગના રાણાવત પણ લીડ રોલમાં છે.
તેમણે જણાવ્યું કે - આ ફિલ્મ માટે હૃતિકે ઘણી મહેનત કરી છે. મને હજીય તેમના તે એક્શન દૃશ્યો યાદ છે કે જેને તેમણે બહુ સરળતાપૂર્વક સફળ બનાવી દીધાં. હે રામ, અભય અને ભૂલભુલૈયા જેવી ફિલ્મો માટે વખાણ મેળવી ચુકેલા તિરુ કહે છે કે ભારતમાં સુપર હીરો ફિલ્મોને સમાવિષ્ટ કરવાની દિશામાં ક્રિશ 3 તો એક પ્રાથમિક પગલું છે. તેઓ હાલ પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ ગીતાંજલિ માટે કામ કરી રહ્યાં છે.
જુઓ ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક રોશનની તસવીરી ઝલક :

હૃતિકની સખત મહેનત
હૃતિક રોશન માટે ક્રિશ 3 ફિલ્મ અત્યંત મહત્વપૂર્ણ છે અને તિરુએ પણ જણાવ્યું કે હૃતિકે સુપર હીરો જેવો મુશ્કેલ રોલ પોતાના સમર્પણથી સરળ બનાવી દીધો.

રિલીઝમાં કલાકો જ બાકી
ક્રિશ 3 ફિલ્મની રિલીઝમાં હવે થોડાક જ કલાકો બાકી છે. ફિલ્મ અગાઉ 4થી નવેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 1લી નવેમ્બરે રિલીઝ થવાની છે.

દિવાળી ધમાકો
ક્રિશ 3 ફિલ્મ દિવાળી પ્રસંગે રિલીઝ થઈ રહી છે. તેથી આશા છે કે હૃતિકને તહેવારોનો ફાયદો જરૂર મળશે.

પ્રિયંકા રિપીટ
કોઈ મિલ ગયામાં પ્રીતિ ઝિંટા હૃતિકના હીરોઇન હતાં, પરંતુ ક્રિશમાં પ્રીતિનું સ્થાન પ્રિયંકા ચોપરાએ લીધું અને ક્રિશ 3માં પણ પ્રિયંકાને રિપીટ કરાયાં છે.

કંગના-વિવેક વિલન
ક્રિશ 3માં સુપર હીરો હૃતિકને કંગના રાણાવત અને વિવેક ઓબેરૉય જેવા વિલન્સનો સામનો કરવાનો છે.

હૃતિકનો ટ્રિપલ રોલ
ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક રોશન ટ્રિપલ રોલમાં દેખાવાનાં છે. કોઈ મિલ ગયામાં તેઓ સિંગલ રોલમાં હતાં, જ્યારે ક્રિશ 2માં ડબલ રોલમાં હતાં.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
