Pics : હૃતિકને મળવા તેમના ઘરે પહોંચ્યાં કિંગ ખાન!

મુંબઈ, 9 જુલાઈ : હૃતિક રોશનની બ્રેન સર્જરી બાદ બૉલીવુડ હસ્તીઓનો જમાવડો મુંબઈની હિન્દુજા હૉસ્પિટલે લાગેલો છે. ઘણી સેલિબ્રિટીઓ હૃતિકને મળી તેમનું હાલ જાણવા માંગે છે. ગઈકાલે જ બૉલીવુડ સિતારાઓ આઇફા ઍવૉર્ડ્સ 2013 સમાપ્ત થતા મુંબઈ પરત ફર્યાં છે અને આવતાં જ અનેક સિતારાઓ હૃતિકને મળવા હૉસ્પિટલે પહોંચી ગયાં.

મળતી માહિતી મુજબ બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન પણ મકાઉથી પરત ફર્યા બાદ હૃતિક રોશનના ઘરે ગયાં, પણ હૃતિક રોશન હજી હૉસ્પિટલમાં જ છે અને તેમને આવતીકાલે રજા મળવાની છે. હૃતિકના ફૅન્સ પણ તેમના માટે દુઆઓ કરી રહ્યાં છે. બીજી બાજુ હૃતિકના પિતા રાકેશ રોશન અને પત્ની સુઝાન રોશને ફૅન્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

આવો તસવીરોમાં જોઇએ હૃતિકને મળવા પહોંચેલી સેલિબ્રિટીઓ :

આશુતોષ ગોવારીકર

આશુતોષ ગોવારીકર

હૃતિક રોશનને બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજા પહોંચી હતી.

કુણાલ કપૂર

કુણાલ કપૂર

હૃતિક રોશનને માથાનો દુઃખાવો વધતાં હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં કે જ્યાં ગઈકાલે તેમની સર્જરી કરવામાં આવી.

રાજેશ રોશન

રાજેશ રોશન

હૃતિક રોશનના પિતા રાકેશ રોશન અને પત્ની સુઝાન રોશન હિન્દુજા હૉસ્પિટલમાં હૃતિક સાથે ખડેપગે રહ્યાં.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આઇફા ઍવૉર્ડ્સ 2013માં ભાગ લઈ મકાઉથી પરત ફર્યા બાદ શાહરુખ ખાન સીધા હૃતિક રોશનના ઘરે પહોંચી ગયાં. જોકે હૃતિક હૉસ્પિટલમાં હતાં તેથી તેઓ હૃતિકને મળી ન શક્યાં.

સુઝાન રોશન

સુઝાન રોશન

હિન્દુજા હૉસ્પિટલમાંથી હૃતિકને આવતીકાલે રજા આપી શકાય છે. હૉસ્પિટલ ખાતે રાકેશ રોશન, રાજેશ રોશન અને સુઝાન રોશન સતત હાજર છે અને બૉલીવુડના મિત્રો પણ સતત મળવા આવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X