Pics : ચિંતા મત કરો મેરે બચ્ચોં... મૈં દિખાઉંગા તુમ્હેં એક્સ મૅન
મુંબઈ, 24 મે : હૃતિક રોશન અને સુઝાન વચ્ચે છુટાછેડા થયા બાદ બંનેના બાળકો સુઝાન પાસે જ રહે છે, પરંતુ સુઝાન કે હૃતિકે ક્યારેય પોતાના બાળકો પર પોતાના વણસેલા સંબંધોની અસર થવા નથી દીધી. આજે પણ હૃતિક અને સુઝાન બંને બાળકોની જવાબદારી ઉપાડે છે અને તેમને માતા કે પિતા કોઈની પણ ઉણપ આવવા દેતા નથી.
આનો દાખલો તાજેતરમાં જોવા મળ્યો કે જ્યારે હૃતિક રોશને પોતાના બાળકો સાથે હૉલીવુડ ફિલ્મ એક્સ મૅન જોવાનો પ્લાન કર્યો અને બૉલીવુડ સેલિબ્રિટીઓ માટે યોજાયેલ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી ગયાં. હૃતિક રોશન પોતાના બંને બાળકો હૃદાન તથા હૃહાન સાથે ખૂબ જ ખુશખુશાલ જણાતા હતાં.
હૃતિક રોશન તાજેતરમાં જ પોતાના મોટા પુત્રની બર્થ ડે પાર્ટી દરમિયાન પણ હાજર રહ્યા હતાં. સુઝાને પોતાના પુત્રના જન્મ દિવસે પોતાના ઍપાર્ટમેંટ ખાતે થીમ પાર્ટી યોજી હતી અને તે પાર્ટીમાં હૃતિક રોશન પણ જન્મ દિવસની ઉજવણી કરવાપહોંચ્યા હતાં. પાર્ટી દરમિયાન જ સુઝાને જણાવ્યુ હતું - હૃતિક અને હું ભલે જુદા છીએ, પણ અમારા બાળકોના ઉછેરની જવાબદારી અમારા બંનેની છે અને અમે બંને મળી આ જવાબદારી નિભાવીશું. બાળકો પર અમે ક્યારેય અમારા અળગા થવાની અસર નહીં પડવા દઇએ.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

એક્સ મૅનના સ્ક્રીનિંગમાં
બર્થ ડે પાર્ટી બાદ હવે હૃતિક રોશન પોતાના બંને બાળકો હૃદાન અને હૃહાનને લઈ એક્સ મૅન ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પહોંચી ગયાં.

બાળકો પણ ખુશ
પિતા હૃતિકનો સાથ પામી બંને બાળકો પણ બહુ ખુશ-ખુશ જણાતા હતાં.

પપ્પાના ખોળામાં નિરાંતની ઉંઘ
હૃદાન તો પોતાના પપ્પાના ખોળામાં બેઠા-બેઠા જ સુઈ ગયો, કારણ કે એક્સ મૅનનું સ્ક્રીનિંગ મોડે સુધી ચાલ્યુ હતું.

હૃતિકની સારસંભાળ
હૃતિક પોતાના ખોળામાં ઉઘી ગયેલ હૃદાનને ખૂબ જ સંભાળીને પોતાન ી ગાડી સુધી લઈ ગયાં અને પોતાની ગાડીમાં સુવાડ્યો.

ગાયત્રી ઓબેરૉય
એક્સ મૅન ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભૂતપૂર્વ મૉડેલ ગાયત્રી ઓબેરૉય પણ પહોંચ્યા હતાં.

શાહિદ કપૂર
એક્સ મૅન જોવા માટે રાજકુમાર શાહિદ કપૂર કેમ પાછળ રહી જાય?

સોનાલી-ગોલ્ડી
નિર્માતા ગોલ્ડી બહેલ પણ પોતાની પત્ની અભિનેત્રી સોનાલી બેન્દ્રે સાથે એક્સ મૅન જોવા પહોંચ્યા હતાં.












Click it and Unblock the Notifications
