હૃતિક રોશન ઈજાગ્રસ્ત : સારા સમાચાર કે માઠાં?
મુંબઈ, 16 નવેમ્બર : હૃતિકના ચાહનારાઓ માટે માઠાં સમાચાર છે. બૉલીવુડના ડૅશિંગ હીરો હૃતિક રોશન ક્રિશ 3 ફિલ્મના સેટ ઉપર શુટિંગ કરતાં ઈજાગ્રસ્ત થયાં છે. સમાચાર છે કે ફિલ્મના કેટલાંક એક્શન સીન કરતાં હૃતિક રોશનના હાથે ઈજા પહોંચી છે. તેથી તેમના હાથે લોહી વહી નિકળ્યું. હાલ ફિલ્મનું શુટિંગ થંભાવવુ પડ્યું છે.

પરંતુ હૃતિકે દિલેરી દાખવતાં અને થોડોક આરામ કર્યા બાદ ફિલ્મનું શુટિંગ ફરી શરૂ કરાવી નાંખ્યું. ફિલ્મમાં હૃતિક ઉપરાંત વિવેક ઓબેરૉય પણ છે કે જે ખલનાયકની ભૂમિકામાં છે.
જોકે આપને જણાવી દઇએ કે ફિલ્મના શુટિંગ દરમિયાન હૃતિકનું ઈજાગ્રસ્ત થવું તેમના માટે લકી રહે છે. આ અગાઉ તેઓ કરણ જૌહરની અગ્નિપથ અને ઝોયા અખ્તરની ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મોના શુટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ચુક્યાં છે. અગ્નિપથના શુટિંગ દરમિયાન તેઓ બે વાર ઈજાગ્રસ્ત થયા હતાં, તે પણ ખરાબ રીતે, પરંતુ અગ્નિપથ અને ઝિંદગી ના મિલેગી દોબારા બંને ફિલ્મો હિટ થઈ.
જોઇએ આ વખતે હૃતિકનું ઈજાગ્રસ્ત થવું તેમના માટે શું લઈને આવે છે? ફિલ્મ જો હિટ થાય, તો આ વાત સાચી ઠરશે કે હૃતિકનું ઈજાગ્રસ્ત થવું તેમના માટે લકી હોય છે.
નોંધનીય છે કે ક્રિશ 3 તેમના પપ્પા રાકેશ રોશન બનાવી રહ્યાં છે. તેમાં ફરી એક વાર આપને જુદાં એક્શન કરતો હૃતિક રોશન જોવા મળશે કે જે લાંબાગાળાથી ગાયબ થઈ ગયો છે.












Click it and Unblock the Notifications
