હૃતિક-કરીના સાથે કરણ કરશે બૉક્સ ઑફિસ ધમાકો!
મુંબઈ, 1 ઑગસ્ટ : કરણ જૌહર, હૃતિક રોશન તેમજ કરીના કપૂર એવા કલાકારો છે કે જેમની ફિલ્મો બનતા પહેલા જ ચર્ચામાં આવી જાય છે અને વિચારો કે જ્યારે ત્રણે સાથે હોય, તો ફિલ્મ પાસે લોકોની આશાઓ કેટલી હાઈ થઈ જાય. લોકોની અપેક્ષાઓ અકારણ પણ નથી, કારણ કે ત્રણેએ જ્યારે સાથે કામ કર્યું, ત્યારે મોટી સફળતા મળી જ છે.

આજથી 12 વરસ અગાઉ કરીના-હૃતિક-કરણની તિકડીએ કભી ખુશી કભી ગમ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું અને આ ફિલ્મ સફળ નિવડી હતી. તે પછી કરીના કપૂર અને હૃતિક રોશન કોઈ મોટી હિટ ફિલ્મમાં દેખાયા નહીં.
શુદ્ધી ફિલ્મના દિગ્દર્શક કરણ મલ્હોત્રા છે કે જેમણે કરણ જૌહર નિર્મિત અગ્નિપથ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું. શુદ્ધીમાં કરીના-હૃતિક શિવ-પાર્વતીના રોલમાં દેખાશે. કહે છે કે ફિલ્મ પુનર્જન્મની વાત કહે છે. તેથી શક્ય છે કે ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન બે રૂપે જોવા મળે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.












Click it and Unblock the Notifications
