Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હૉસ્પિટલમાંથી બહાર આવ્યો ક્રિશ, ફૅન્સ થયાં ખુશ

મુંબઈ, 11 જુલાઈ : બૉલીવુડના ડૅશિંગ હીરો કહેવાતાં હૃતિક રોશનને ગુરુવારે હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ. હૉસ્પિટલની બાહર ઊભેલા ફૅન્સ અને મીડિયા સમક્ષ આવી હૃતિક રોશને સૌનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ હવે ફિટ છે.

hritik

હૃતિક રોશન મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ હતાં કે જ્યાં રવિવારે તેમની બ્રેન સર્જરી થઈ હતી છે. આ દરમિયાન પપ્પા રાકેશ રોશન અને પત્ની સુઝાન રોશન હૃતિક રોશન સાથે ખડેપગે રહ્યાં. ઉપરાંત શાહરુખ ખાન તેમજ કૅટરીના કૈફ સહિત તમામ બૉલીવુડ હસ્તીઓએ હૃતિક રોશનની મુલાકાત લીધી હતી.

ગુરુવારે હૃતિક રોશનને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ. હૉસ્પિટલમાંથી બહાર નિકળ્યાં બાદ હૃતિક રોશને ફૅન્સ અને મીડિયા સમક્ષ પોતાને સ્વસ્થ જાહેર કર્યું. આ પ્રસંગે તેમના પિતા રાકેશ રોશન પણ સાથે હતાં. હૃતિકને હજી થોડાક દિવસ આરામ કરવો પડશે.

હૃતિકના મગજમાં એક બ્લડ ક્લૉટ હતો કે જેને કાઢવા માટે આ સર્જરી જરૂરી હતી. હૃતિકને થોડાંક દિવસ અગાઉ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજા પહોંચી હતી અને તેથી આ સર્જરી કરાવવી પડી. હૃતિક રોશનની આગામી ફિલ્મ ક્રિશ 3 પણ ટુંકમાં જ રિલીઝ થવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X