REJECTED: સલમાનનો હાલ જોઇને રિતિકે તરત છોડી ફિલ્મ!
બોલીવૂડમાં પાછલા કેટલાક દિવસોથી એક ફિલ્મને લઇને ભારે ચર્ચા થઇ રહી છે જેનું નામ છે બજાર, નિખિલ અડવાણીની આ ફિલ્મ માટે રિતિક રોશનને અપ્રોચ કરવામાં આવ્યા હતા. બધાને લાગતું હતું કે રિતિક હિરો અને કટ્ટી બટ્ટીના હાલ જોઇને આ ફિલ્મને રિજેક્ટ કરી દેશે.
પણ નિખિલ અડવાણી જાહેર કરેલા નિવેદન મુજબ રિતિક જોડે આ ફિલ્મને લઇને ખાલી એક જ વાર વાત થઇ છે. અને હાલ આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. પણ લાગે છે કે રિતિક રોશનને યોગ્ય ટાઇમે એલર્ટ થઇને અને સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ હિરોના હાલને જોઇને બજાર રિજેક્ટ કરી દીધી છે.
જો કે આવું પહેલી વાર નથી બન્યું કે રિતિક રોશને કોઇ ફિલ્મને રીજેક્ટ કરી હોય. ત્યારે આ પહેલા રિતિક રોશને કંઇ કંઇ ફિલ્મોને રિજેક્ટ કહ્યું તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બેંગ બેંગ
બેંગ બેંગની સીક્વલમાં રિતીક રોશનને રિપ્લેસ કરવામાં આવ્યો છે. તે પણ રિતિકને પૂછ્યા વિના. જે અંગે રિતિકે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

શુદ્ધિ
કરીના અને રિતિકની આ ફિલ્મ ફાઇનલ હતી. પણ ફિલ્મની શરૂઆતને લઇને લાંબી વાર લાગતા રિતિકે પોતાની ડે્ટસ મોહનજોદડ્ડોને આપી દીધી.

રંગ દે બંસતી
રિતિકને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી તે ડિજે એટલે કે આમિર ખાનનો રોલ કરવા ઇચ્છતા હતા પણ આમિર આ રોલ માટે પહેલેથી જ ફાઇનલ કરવામાં આવી ચૂક્યા હતા.

બંટી ઔર બબલી
રિતિકે યશરાજ ફિલ્મ સાથે મુઝસે દોસ્તી કરોંગીમાં કામ કર્યું હતું. પણ બોક્સ ઓફિસ પર તે સફળ નહતી ગઇ માટે જ તેમણે બંટી અને બબલી માટે પણ ના કહી દીધી.

મેં હૂં ના
ફરહાન ખાનની આ ફિલ્મનમાં રિતિક લકી એટલે કે લક્ષ્મણ પ્રસાદના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. પણ તેમણે ડેટનું બહાનું નીકાળી આ રોલ માટે ના પાડી દીધી.

સ્વદેશ
આશુતોષ ગોવારિકરે સ્વદેશ માટે રિતિકને અપ્રોચ કર્યો હતો. પણ રિતિકને લાગ્યું હતું કે તે આ કોમન મેનનો રોલ તેટલી સારી રીતે નહીં ભજવી શકે. અને તેમને આ ફિલ્મ છોડી દીધી.

દિલ ચાહતા હૈ
આકાશ એટલે કે આમિર ખાનના રોલ માટે રિતિક રોશન માટે લખવામાં આવ્યો હતો. પણ રિતિકને આ રોલ કંઇ ખાસ પસંદ ના આવ્યો અને તેમણે આ ફિલ્મને કરી દીધી રિજેક્ટ.

બાજીરાવ મસ્તાની
દિપીકા પાદુકોણ અને રિતીક રોશન સંજય લીલા ભણસાણીની આ ફિલ્મ માટે એકદમ ફાયનલ હતા. પણ પછી અચાનક જ ભણસાણીને લાગ્યું કે તે જોધા અકબર, મોહનજોદડ્ડોના કારણે રિતિકનો આ રોલ ટિપીકલ અને રિપિટ થઇ જશે.

બજરંગી ભાઇજાન
તમને જાણીને નવાઇ લાગશે પણ પહેલા બજરંગી ભાઇજાન ફિલ્મ માટે રિતિક રોશનને અપ્રોચ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
