ડિવોર્સ બાદ બાળકો માટે શું ફરી સાથે થશે હૃતિક-સુઝાન?

Written By:
Subscribe to Oneindia News

વર્ષ 2016માં હૃતિક રોશન અને સુઝાન ખાન પોતાના બ્રોકન મેરેજ અને ડિવોર્સને કારણે ખૂબ ચર્ચામાં રહ્યાં હતા. આ બંન્ને એ આંતરિક સમજૂતીથી 2016માં ડિવોર્સ લીધાં હતાં. હૃતિક અને સુઝાન બોલિવૂડના સુપર ક્યૂટ કપલમાંના એક હતા અને તેમના ડિવોર્સની ખબરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. જો કે, ડિવોર્સ બાદ પણ આ બંન્નેએ ખૂબ સમજૂતીપુર્વક ફ્રેન્ડલી રિલેશન મેઇન્ટેન કર્યું છે.

ડિવોર્સ બાદ હૃતિક અને સુઝાન બંન્ને પાસે તેમના બાળકો હૃહાન અને હૃધાનની કસ્ટડી છે. ડિવોર્સ બાદ ઘણી વાર બંન્ને બાળકો ક્યારેક હૃતિક સાથે તો ક્યારેક મમ્મી સુઝાન સાથે વેકેશન પર જઇ આવ્યા છે. પરંતુ, આ વખતે હૃહાન અને હૃધાન તેમના મમ્મી અને પપ્પા બેય સાથે દુબઇમાં ધિંગામસ્તી કરતા નજરે પડ્યા છે. હૃતિક-સુઝાને વર્ષ 2017ની શરૂઆત દુબઇમાં પોતાના બાળકો અને પરિવાર સાથે કરી છે. વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ તસવીરો..

હૃતિક રોશન-સુઝાન ખાન

હૃતિક રોશન-સુઝાન ખાન

દુબઇના એક ક્લબમાં મિત્રો સાથે પાર્ટી કરી રહેલાં હૃતિક અને સુઝાન. આ ફોટોઝ સુઝાન ખાન તથા તેમની મિત્રએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યાં છે.

બીચ પર મસ્તી

બીચ પર મસ્તી

બીચ પર બાળકો સાથે મસ્તી કરી રહેલાં હૃતિક રોશન અને સુઝાન ખાન. ડિવોર્સ બાદ આ બંન્ને પહેલી વાર સાથે હોલિડે પર જોવા મળ્યાં છે. આ ફોટામાં સુઝાન એકદમ ખુશ અને કમ્ફર્ટેબલ દેખાઇ રહી છે, જ્યારે હૃતિકના મોઢા પર થોડો ખચકાટ દેખાય છે.

ઝાયેદ ખાન

ઝાયેદ ખાન

આ તસવીરમાં હૃતિક અને સુઝાન સાથે ઝાયેદ ખાન પણ નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે હૃતિક અને સુઝાનના સંબંધોમાં તિરાડ પડી હતી, ત્યારે ઝાયેદ ખાને પરિવાર સાથે મળીને આ બંન્નેને ફરી સાથે લાવવાની કોશિશ કરી હતી. હૃતિક અને સુઝાનના આ દુબઇ રિયુનિયન પાછળ પણ ઝાયેદ ખાનનો હાથ હોય તો નવાઇ નહીં.

સુઝાન ખાન

સુઝાન ખાન

આ પણ સુઝાનના દુબઇ હોલિડોનો ફોટો છે, જે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અહીં તે ખુબ ખુશ અને હોટ લાગી રહી છે.

ફેમિલિ રિયુનિયન

પોતાના બાળકો અને હૃતિક રોશન સાથેનો આ ફોટો પણ સુઝાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે, Family pack meets ghostbusters.. હૃતિક રોશન અને સુઝાન ખાનના આ ફોટોઝ જોઇને ઘણા લોકો આ બંન્ને ફરી સાથે થઇ રહ્યાં હોવાનું અનુમાન પણ લગાવી રહ્યાં છે.

English summary
Hrithik Roshan and Susanne Khan celebrates new year in Dubai with Kids. See photos.
Please Wait while comments are loading...