Divorce : અને ખતમ થઈ હૃતિક-સુઝાનની Love Story

મુંબઈ, 1 નવેમ્બર : બૉલીવુડના બેસ્ટ લુકિંગ કપલ હૃતિક-સુઝાનના રસ્તા હવે કાયદેસર રીતે જુદા પડી ગયા છે. મુંબઈની બાંદ્રા ફૅમિલી કોર્ટે બંનેને છુટાછેડાની મંજૂરી આપી દીધી છે. સ્વાભાવિક છે કે આ સમાચારથી હૃતિક રોશનના ફૅન્સને આંચકો લાગ્યો હશે, પણ બંનેએ એક-બીજાની સંમતિથી જુદા રહેવાનો નિર્ણય કર્યો છે અને તેની ઉપર કોર્ટે મહોર મારી દીધી છે.

હૃતિક રોશન અને સુઝાન વચ્ચે છુટાછેડાના કેસની સુનાવણી ગઈકાલે થવાની હતી, પરંતુ હૃતિક પાસે સમય ન હોવાના કારણે આજે આ કેસ પર હિયરિંગ થયું. જાણવા મળ્યા મુજબ હૃતિક-સુઝાનના બંને બાળકો રિહાન અને રિધાન બંને પાસે રહેશે. સુઝાન દ્વારા માંગવામાં આવેલા ભરણ-પોષણ ખર્ચ અંગે કોઈ માહિતી મળી નથી. અગાઉ એવું જાણવા મળ્યુ હતું કે સુઝાને હૃતિક પાસે ખાધા-ખોરાકી પેટે 4090 કરોડની માંગણી કરી છે, પરંતુ બાદમાં બંનેએ આવી વાતને નકારી દીધી હતી.

ચાલો તસવીરોમાં જોઇએ હૃતિક-સુઝાનના લગ્નજીવનના કેટલાક મહત્વના પાસાઓ :

હૃતિક-સુઝાન

હૃતિક-સુઝાન

હૃતિક અને સુઝાનના લગ્ન 2000માં થયા હતાં. તેમને બે બાળકો રિહાન અને રિધાન છે.

છુટાછેડાનો નિર્ણય

છુટાછેડાનો નિર્ણય

ડિસેમ્બર, 2013માં હૃતિક-સુઝાને પોતાના 14 વર્ષના લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

હૃતિકનું નિવેદન

હૃતિકનું નિવેદન

હૃતિકે 14મી ડિસેમ્બર, 2013ના રોજ પોતાના ડાઇવૉર્સની વાત કહી હતી. હૃતિકે નિવેદનામાં કહ્યુ હતું કે સુઝાને 13 વર્ષ જૂના લગ્ન સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે.

પ્રેમનો ઉપહાર

પ્રેમનો ઉપહાર

હૃતિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યુ હતું - પ્રેમ માટે આ મારો સૌથી મોટો ઉપહાર છે. સુઝાન મારા જીવન માટે મારો પ્રેમ છે અને કાયમ રહેશે. જો તેનું સ્મિત મારા વગર વધુ ચમકદાર હોય, તો તેમના માટે મારા પ્રેમે આ કરવું જ જોઇએ.

આપસી સંમતિ

આપસી સંમતિ

સુઝાને એક જુદુ નિવેદન જારી કરી કહ્યુ હતું કે આ અમારી પોતાની અંગત પસંદગી હતું.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

હૃતિક-સુઝાન વચ્ચે સંબંધો વણસવા પાછળનું કારણ અર્જુન રામપાલ ગણાયા હતાં, પરંતુ અર્જુને તેનું ખંડન કર્યુ હતું.

રસ્તા થયા જુદા

રસ્તા થયા જુદા

છેલ્લા 17 વર્ષથી હૃતિક-સુઝાન એક-બીજાને જાણે છે. ચાર વર્ષની કોર્ટશિપ બાદ 20મી ડિસેમ્બર, 2000ના રોજ તેમણે લગ્ન કર્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X