Pics : હૃતિક-સુઝાનના છુટાછેડાના સમાચારો આવ્યાં ક્યાંથી?

મુંબઈ, 24 સપ્ટેમ્બર : હૃતિક રોશન તથા સુઝાનની જોડી લોકોને બહુ ગમે છે અને લોકો આ જોડીના દૃષ્ટાંતો પણ આપતાં હોય છે. શાહરુખ ખાન અને ગૌરી ખાન બાદ હૃતિક-સુઝાનની જોડી પણ બૉલીવુડની સુંદર તથા શ્રેષ્ઠ જોડીઓમાં ગણાય છે.

હૃતિક રોશન તથા સુઝાનની તાજેતરમાં જ આવેલી છુટાછેડાની ખબરોએ હૃતિક અને સુઝાનને તો આશ્ચર્યમાં મૂક્યાં જ, પણ સાથે જ હૃતિકના ફૅન્સ પણ દંગ રહી ગયા હતાં કે આખરે આ બધું છે શુ? હૃતિક-સુઝાન કેમ જુદા થઈ શકે. તેમના આ સંબંધ જાળવી રાખવા માટે તો સંતાનો જ કાફી છે. પછી હૃતિકે પણ જ્યારે કહ્યું કે એવું કંઈ જ નથી અને તેઓ પોતે આશ્ચર્યચકિત છે, તો આ સાંભળી હૃતિકના ફૅન્સ વધુ નારાજ થયાં કે આખરે આ પ્રકારની તથ્યહીન ખબરો કોણે ઉડાવી.

નોંધનીય છે કે હૃતિક રોશન તાજેતરમાં જ બ્રેન સર્જરીના કારણે ચર્ચામાં આવ્યા હતાં. તે દરમિયાન પણ સુઝાન રોશન હૉસ્પિટલમાં હૃતિકની સેવામાં ખડેપગે રહ્યા હતાં. ઉપરાંત હૃતિક રોશન હાલ પોતાની આવનાર ફિલ્મ ક્રિશ 3 અંગે પણ ચર્ચામાં છે. આ સમાચારોએ હૃતિક-સુઝાનને પરેશાન કરી મૂક્યાં છે.

આવો હૃતિક-સુઝાનની તસવીરો સાથે જાણીએ છુટેછાડની અંદરની માહિતી :

તેર વર્ષનું લગ્નજીવન

તેર વર્ષનું લગ્નજીવન

હૃતિક રોશને સને 2000માં સંજય ખાનના પુત્રી સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતાં. આ દરમિયાન તેઓ વચ્ચે ક્યારેય અણબનાવના કોઈ ખબર નહોતા આવ્યાં.

સંજય ખાન બીમાર

સંજય ખાન બીમાર

હકીકતમાં છેલ્લા કેટલાંક વખતથી સુઝાનના પિતા સંજય ખાનની તબીયત ખરાબ છે અને તેથી સુઝાન પોતાના પિતાના ઘરે રહી રહ્યાં છે.

બાળકો હૃતિક સાથે

બાળકો હૃતિક સાથે

સુઝાન પોતાના પિતાના ઘરે છે, પરંતુ સંતાનો પિતા હૃતિક સાથે જ રહી રહ્યાં છે. બાળકો પોતાના માતાને મળવા વારંવાર સંજય ખાનને ઘરે જતા હોય છે.

અને ધુમાડો ઉઠ્યો

અને ધુમાડો ઉઠ્યો

હૃતિકના પરિવારની આ હરકતોથી ધુમાડો ઉઠ્યો. લોકોને લાગ્યું કે સુઝાન પોતાના પિતાના ઘરે જતા રહ્યાં છે અને હૃતિક તથા બાળકો સાથે પોતાના ઘરમાં રહે છે. બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.

રાકેશના જન્મ દિવસે પણ ગુંચવાડો

રાકેશના જન્મ દિવસે પણ ગુંચવાડો

ઉપરાંત હૃતિક રોશનના પિતા રાકેશ રોશનના જન્મ દિવસની પાર્ટીમાં પણ સુઝાન રોશન ઘણા મોડા પહોંચ્યાં અને એમ સમાચાર આવ્યાં કે આથી હૃતિક નારાજ હતાં. આના કારણે પણ હૃતિક-સુઝાનના સંબંધો અંગે ગૂંચ ઊભી થઈ.

હૃતિકે કર્યો ઇનકાર

હૃતિકે કર્યો ઇનકાર

મીડિયામાં હૃતિક-સુઝાન વચ્ચે છુટાછેડાના સમાચારો આવતાં જ હરકતમાં આવેલા હૃતિકે તરત જ આ સમાચારોનું ખંડન કર્યું.

આવું કંઈ જ નથી

આવું કંઈ જ નથી

હૃતિક રોશને જણાવ્યું કે એવું કંઈ જ નથી અને તેમની અને સુઝાન વચ્ચે કોઈ પણ જાતનો અંતર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X