Pics : એક માસ માટે વિશ્વ ભ્રમણે નિકળશે ક્રિશ

મુંબઈ, 17 જૂન : સમજી તો ગયાં જ હસો કે અમે કોની વાત કરીએ છીએ. હા જી, અહીં વાત થઈ રહી છે એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશનની કે જેમની સુપર હીરો ધરાવતી ફિલ્મ ક્રિશ 3 પૂર્ણ થઈ ગઈ છે. ફિલ્મના પ્રમોશન માટે હૃતિક રોશન હવે એક માસ માટે વિશ્વ ભ્રમણે નિકળશે.

હૃતિક રોશન કૃષ 3 ફિલ્મના પ્રમોશન માટે દુબઈ, કૅનેડા, બ્રિટન તથા અમેરિકાનો પ્રવાસ કરશે. હૃતિકની આ ફિલ્મ દીવાળી પ્રસંગે એટલે કે 3જી નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થનાર છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક હૃતિકના પિતા એટલે કે રાકેશ રોશન છે. પ્રમોશન ઑક્ટોબરથી શરૂ થશે. ક્રિશ 3 ફિલ્મ કૃષ 2ની સિક્વલ છે. ફિલ્મમાં હૃતિક સાથે પ્રિયંકા ચોપરા નજરે પડશે. ફિલ્મમાં શાહરુખ ખાન પણ મહેમાન કલાકાર તરીકે દેખાશે.

ક્રિશ 3 ફિલ્મ અંગે હૃતિકે જણાવ્યું કે અમે ફિલ્મ માટે બહુ જ મહેનત કરી છે. આશા છે કે લોકોને અમારી મહેનત ગમશે.

હૃતિક રોશન ડબલ રોલમાં

હૃતિક રોશન ડબલ રોલમાં

કૃષ 3 ફિલ્મમાં હૃતિક રોશન ડબલ રોલમાં છે. એક રોલમાં તેઓ 60-70 વર્ષના વડીલ પિતા બન્યાં છે, તો બીજા રોલમાં યુવાન પુત્ર.

હૃતિક સાથે પ્રિયંકા

હૃતિક સાથે પ્રિયંકા

ફિલ્મમાં હૃતિકના હીરોઇન પ્રિયંકા ચોપરા છે કે જેઓ કૃષ 2માં પણ હતાં. ઉપરાંત અગ્નિપથમાં પણ હૃતિક-પ્રિયંકા સાથે હતાં.

ગેસ્ટ રોલમાં શાહરુખ

ગેસ્ટ રોલમાં શાહરુખ

ફિલ્મમાં શાહરુખ પણ ગેસ્ટ રોલમાં દેખાશે, પરંતુ તેમના રોલ અંગે ખુલાસો કરાયો નથી.

દીવાળીએ રિલીઝ

દીવાળીએ રિલીઝ

ફિલ્મ દીવાળી પ્રસંગે 3જી નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન ઑક્ટોબરમાં શરૂ થશે.

મોટા ધડાકાની આશા

મોટા ધડાકાની આશા

હૃતિકના હોમ પ્રોડક્શનની છે. તેથી ફિલ્મ પાસે મોટા ધડાકાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X