Pics : ક્રિશ 3માં હૃતિકનો ટ્રિપલ ડોઝ જોવા મળશે!
મુંબઈ, 6 ઑગસ્ટ : હૃતિક રોશન પોતાની આવનાર ફિલ્મ ક્રિશ 3માં ત્રણ અવતારોમાં નજરે પડશે. બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને હૃતિકના પિતા રાકેશ રોશન જ આ ફિલ્મના નિર્માતા છે.
ક્રિશ 3 ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજેશ રોશન અને હૃતિક રોશન તથા પ્રિયંકા ચોપરા તેમજ કંગના રાણાવત પણ હાજર હતાં. આ પ્રસંગે રાકેશ રોશને જણાવ્યું - ક્રિશ 3માં લોકોને હૃતિકના ત્રણ રૂપ જોવા મળશે. પ્રથમ પાત્ર કૃષ્ણાના પિતા રોહિતનું હશે, બીજું પાત્ર કૃષ્ણાનું, જ્યારે ત્રીજું મહત્વનું પાત્ર સુપરહીરો ક્રિશનું હશે. તેમણે જમાવ્યું કે પ્રિયંકા ચોપરા પણ ડબલ રોલમાં જોવા મળશે.
રાકેશ રોશને જણાવ્યું - પ્રિયંકા ચોપરા પોતાના પ્રથમ પાત્રમાં હૃતિક રોશનના પત્ની તરીકે નજરે પડશે, પણ અચાનક તેમનું પાત્ર બદલાઈ જશે. ફિલ્મમાં વિવેક ઓબેરૉય પણ છે. તેમણે સારૂં કામ કર્યું છે. તેઓ એક બહેતરીન અભિનેતા છે.
નોંધનીય છે કે ક્રિશ 3 રાકેશ રોશન નિર્મિત કોઈ મિલ ગયા (2003)ની ત્રીજી આવૃત્તિ છે. તેની બેજી આવૃત્તિ ક્રિશ 2006માં આવી હતી. ક્રિશ 3 ફિલ્મ આ વર્ષે દીવાળી પ્રસંગે 4થી નવેમ્બરે રિલીઝ થવાની છે.

હૃતિકનો સુપરમૅન અવતાર
હૃતિક રોશન પુનઃ એક વાર સુપરમૅન અવતારમાં ક્રિશ 3 લઈને આવી રહ્યાં છે.

પોસ્ટર લૉન્ચ
તાજેતરમાં જ નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન અને હીરો હૃતિક રોશને ક્રિશ 3નું પોસ્ટર લૉન્ચ કર્યું. આ પ્રસંગે કંગના રાણાવત તથા પ્રિયંકા ચોપરા પણ હાજર હતાં.

ત્રીજી સિક્વલ
ક્રિશ 3 કોઈ મિલ ગયાની ત્રીજી સિક્વલ છે.

ટ્રિપલ રોલમાં હૃતિક
ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક રોશન ટ્રિપલ રોલમાં છે. તેમનો પ્રથમ રોલ ક્રિશ તરીકે છે.

કૃષ્ણાના પિતા
ક્રિશ 3માં હૃતિક રોશનનો એક રોલ કૃષ્ણાના પિતા તરીકે રહેશે.

કૃષ્ણા પોતે
હૃતિક રોશનનો એક રોલ કૃષ્ણા તરીકેનો હશે.

પ્રિયંકા પણ ડબલ રોલમાં
ક્રિશ 3માં પ્રિયંકા ચોપરા પણ ડબલ રોલમાં જોવા મળશે.

રહસ્યમય રોલ
પ્રિયંકા ચોપરા પોતાના પ્રથમ પાત્રમાં હૃતિક રોશનના પત્ની તરીકે નજરે પડશે, પણ અચાનક તેમનું પાત્ર બદલાઈ જશે.

કંગના સુપર વુમન
ક્રિશ 3માં સેક્સી કંગના સુપર વુમનના રોલમાં છે કે જેના અંગે તેઓ બહુ ઉત્સાહિત છે.

એક્શન પણ કરશે કંગના
કંગનાએ ફિલ્મમાં એક્શન પણ કરી છે કે જેના માટે તેમણે ચીનના એક્શન દિગ્દર્શકોની મદદ લીધી છે.

વિવેક ઓબેરૉય વિલન
ફિલ્મમાં વિવેક ઓબેરૉયે વિલનની ભૂમિકા ભજવી છે.

નવેમ્બરમાં રિલીઝ
ફિલ્મ 4થી નવેમ્બરે દીવાળીના એક દિવસ બાદ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
