આશિમા-લીના માટે રૅમ્પ ઉપર દુલ્હન બનશે હુમા કુરૈશી
મુંબઈ, 29 નવેમ્બર : એમ તો હુમા કુરૈશીને લોકો જાડી અભિનેત્રી કહે છે, પણ વાત જ્યારે અદાઓની હોય, તો હુમા પણ કોઈનાથી ઓછા નથી... એટલે જ તો હુમા કુરૈશી પણ હવે રૅમ્પ ઉપર કૅટ વૉક કરતા નજરે પડશે અને તે પણ પૂર્ણ અદાઓ સાથે.
જી હા, બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી આગામી ઇન્ડિયન બ્રાઇડલ વીક (આઈબીડબ્લ્યૂ)માં ડિઝાઇનર જોડી આશિમા-લીના માટે રૅમ્પ પર ચાલશે. હુમા આશિમા-લીનાના પરિધાન સંગ્રહ આલાપની નુમાઇશ કરશે. આ સંગ્રહ દિલ્હીની જૂની દુનિયાના જાદૂથી પ્રેરિત છે. આઈબીડબ્લ્યૂ ધ ગ્રાન્ડ હયાત ખાતે આજથી શરૂ થઈ 4થી ડિસેમ્બર સુધી ચાલશે. 2જી ડિસેમ્બરના રોજ બ્રાઇડલ પોશાકો રજૂ કરવામાં આવશે.
આવો હુમા કુરૈશીની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગૅંગ્સ ઑફ વાસેપુર ગર્લ
હુમા કુરૈશી બૉલીવુડમાં ગૅંગ્સ ઑફ વાસેપુર ગર્લ તરીકે જાણીતા છે. ઉપરાંત તેમણે એક થી ડાયન જેવી ફિલ્મો દ્વારા પણ બૉલીવુડમાં ખાસ છબી સ્થાપિત કરી છે.

ડેઢ ઇશ્કિયા
હુમા કુરૈશી હવે અભિષેક ચૌબેની ફિલ્મ ડેઢ ઇશ્કિયામાં નજરે પડનાર છે કે જેમાં તેઓ નસીરુદ્દીન શાહ, માધુરી દીક્ષિત અને અરશદ વારસી સાથે કામ કરી રહ્યાં છે.

બોલ્ડ સીન્સ
ડેઢ ઇશ્કિયામાં હુમા કુરૈશી અને અરશદ વારસી વચ્ચે ઘણા બોલ્ડ દૃશ્યો છે. ફિલ્મમાં હુમા-અરશદ વચ્ચે સેક્સ રિલેશન દર્શાવાયાં છે.

આવતા વર્ષે રિલીઝ
ડેઢ ઇશ્કિયા ફિલ્મ આગામી 10મી જાન્યુઆરી, 2014ના રોજ રિલીઝ થનાર છે.












Click it and Unblock the Notifications
