For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : નવી સફરે વધુ સારૂં થશે મારા માટે : હુસૈન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 જુલાઈ : આ જ વર્ષે રિલીઝ થયેલી રાજેશ બચ્ચાણીની ફિલ્મ શ્રી દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર ટેલીવિઝન અભિનેતા હુસૈન કુવારજેરવાલાને પુરતો વિશ્વાસ છે કે આગળ વધુ સારૂં થશે.

hussain

એપ્રિલમાં રિલીઝ થયેલી શ્રી ફિલ્મ અંગે ટીકાકારો દ્વારા મળેલા વખાણથી હુસૈન ખુશ છે. એક નિવેદનમાં હુસૈને જણાવ્યું - ફિલ્મ નવોદિતો દ્વારા બનાવવામાં આવી હતી અને તે એક એવી સ્ક્રિપ્ટ હતી કે જેની ઉપર અમે સૌએ વિશ્વાસ મૂક્યો. હું ખુશ છું કે સમીક્ષકોએ મારા કામના વખાણ કર્યાં તથા વિનમ્ર રહેવા માટે મને પ્રેર્યાં.

તેમણે જણાવ્યું - મને પુરતો વિશ્વાસ છે કે આ એક નવી સફરની શરુઆત છે અને મારા માર્ગે વધુ સારી વસ્તુઓ આવશે. હુસૈને ટેલીવિઝન કલાકાર તરીકે અભિનય ક્ષેત્રે શરુઆત કરી હતી. તેઓ કુમકુમ, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી જેવી સીરિયલોમાં પોતાના પાત્રો માટે લોકપ્રિય થયા હતાં. તેઓ એક બૉલીવુડ સંગીત શો જંગૂરા : ધ જિપ્સી પ્રિન્સના મુખ્ય અભિનેતા પણ છે.

English summary
Hussain Kuwajerwala feels its beginning of new journey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X