રિતિક રોશન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ, જાણો શું છે બાબત
છેતરપિંડીના કેસમાં હૈદરાબાદ પોલીસમાં રિતિક રોશન સામે ફરિયાદ નોંધાવી છે. એવો આરોપ છે કે, ફિટનેસ સેન્ટરના બ્રાન્ડ એમ્બેસેડર રિતિકે જરૂરિયાત કરતા વધુ લોકોની ભરતી કરી હતી
છેતરપિંડીના કેસમાં હૈદરાબાદ પોલીસમાં રિતિક રોશન સામે ફરિયાદ નોંધાવી છે. એવો આરોપ છે કે, ફિટનેસ સેન્ટરના બ્રાન્ડ એમ્બેસેડર રિતિકે જરૂરિયાત કરતા વધુ લોકોની ભરતી કરી હતી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે કરવામાં આવેલા વચનો પૂરા કર્યા નહોતા. ફરિયાદીએ એવો દાવો કર્યો છે કે જ્યારે તેણે તેની સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે તેને નુકશાન સહન કરવું પડ્યું કારણ કે તેને સેશન માટે સ્લોટ બુકિંગથી રોકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સાહો: પ્રભાસની ફિલ્મમાં જેકલીન ફર્નાંડીઝની એન્ટ્રી, ધમાલ મચાવશે

રિતિક કલ્ટ જિમના બ્રાન્ડ એમ્બેસેડર છે
જણાવી દઈએ કે બોલીવુડ અભિનેતા રિતિક રોશન કલ્ટ ડૉટ ફિટ નામના જીમના બ્રાન્ડ એમ્બેસેડર છે. પોલીસમાં ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનું નામ શશીકાંત છે, જે હૈદરાબાદના કુકાટપલ્લીના નિવાસી છે અને જીમના ગ્રાહક પણ છે. તેમણે તેમની ફરિયાદમાં કહ્યું છે કે ફિટનેસ સેન્ટરમાં જેટલા લોકોની ક્ષમતા છે તેનાથી ઘણા વધુ લોકોની સંખ્યા ભરેલી છે.

વચનો પૂરાં ન કરવાનો આરોપ
જિમ માં રજીસ્ટ્રેશન દરમિયાન, લોકોને વચન આપવામાં આવ્યું હતું કે રિતિક રોશન જાતે સમય-સમય પર જીમની તાલીમ આપશે. પરંતુ આ પછી આવું કઈ થયું ન હોવાથી, જિમએ તેના વચન પુરા કર્યા નહિ. શશીકાંતે એવો આક્ષેપ કર્યો છે કે જ્યારે તેણે તેનો વિરોધ કર્યો, ત્યારે તેને એપ દ્વારા તેના સ્લોટ બુકિંગથી રોકવામાં આવ્યો. હાલમાં, પોલીસે બુધવારે રિતિક અને કલ્ટ ડોટ ફીટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના ત્રણ અધિકારીઓ સામે ફરિયાદની નોંધણી કરી છે.

કંપની પર આરોપ
જણાવી દઈએ કે જિમ તરફથી વજન ઘટાડવા માટે 17,490 થી 36,400 સુધી એક વર્ષનું પેકેજ આપી રહ્યો હતો. શશિકાંતએ કેન્દ્રના લોંચ સમયે આપવામાં આવેલા ડિસ્કાઉન્ટનો લાભ લીધો હતો. જેમાં દરરોજ વર્ક આઉટ કરવાની પણ ગેરંટી આપવામાં આવી હતી. તેથી જ મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સંદર્ભમાં પોલીસએ જણાવ્યું હતું કે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે. જો કે, આ બ્રાન્ડે આ આરોપોને નકારી કાઢ્યા છે.












Click it and Unblock the Notifications
