Pics : પૂજાને ફૅન બનાવવી હોય તો થઈ જાઓ ફિટ

મુંબઈ, 12 સપ્ટેમ્બર : શું આપ પૂજા ચોપરાને પોતાના ફૅન બનાવવા માંગો છો? સામાન્ય રીતે લોકો સેલિબ્રિટીઓના ફૅન હોય છે, પરંતુ સેલિબ્રિટીઓ પણ અમુક બાબતોના ફૅન હોય છે. પૂજા ચોપરા પણ તેવા લોકોના ફૅન છે કે જેઓ ફિટ બૉડી ધરાવે છે. આપ પણ જો આ કમાંડો ગર્લને પોતાના ફૅન બનાવવા માંગતા હોવ, તો થઈ જાઓ ફિટ.

મારધાડથી ભરપૂર ફિલ્મ કમાંડો સાથે બૉલીવુડમાં દસ્તક આપનાર અભિનેત્રી પૂજા ચોપરા માને છે કે પોતાની સુરક્ષા માટે મહિલાઓએ આત્મરક્ષા કરતાં શીખવું જોઇએ. 28 વર્ષીય પૂજાએ તાજેતરમાં જ બનેલા કેટલાંક મહિલા વિરોધી હિંસક બનાવો બાદ દેશમાં મહિલા સુરક્ષા અંગે ઊભા થયેલા પ્રશ્નચિહ્ન ઉપર ચિંતા વ્યક્ત કરી છે.

પૂજા ચોપરાની પ્રથમ ફિલ્મ કમાંડો હતી. કમાંડોમાં વિદ્યુત જામવાલ કેન્દ્રીય ભૂમિકામાં હતાં, પરંતુ પૂજાનો રોલ પણ મહત્વનો હતો. પૂજા ચોપરા કમાંડો ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં હતાં. પહેલી ફિલ્મમાં જ સારૂં અભિનય કરી પૂજાએ બૉલીવુડમાં પગ જમાવવાનો સારો પ્રયત્ન કર્યો છે. કમાંડો ફિલ્મ ટુંકમાં જ એન્ડ પિક્ચર ચૅનલ ઉપર દર્શાવવામાં આવનાર છે.

આવો તસવીરોમાં જોઇએ વધુમાં શું કહી રહ્યાં છે પૂજા ચોપરા :

કમાંડોનું ટીવી પ્રીમિયર

કમાંડોનું ટીવી પ્રીમિયર

પૂર્વ મિસ ઇન્ડિયા પૂજા ચોપરાની પ્રથમ ફિલ્મ કમાંડોનું ટેલીવિઝન પ્રીમિયર યોજાનાર છે.

પૂજા ઉત્સાહિત

પૂજા ઉત્સાહિત

પૂજા ચોપરા પોતાની ફિલ્મના ટીવી પ્રીમિયરને લઈને ઉત્સાહિત છે. તેઓ કહે છે - હું ખુશ છું કે અમારી ફિલ્મનું એન્ડ પિક્ચર્સ ચૅનલ ઉપર પ્રીમિયર થઈ રહ્યું છે. હું આધુનિક ભારતીય માનસિકતાની વાત કરનાર આ ચૅનલ સાથે છું.

મહિલાઓ જુએ કમાંડો

મહિલાઓ જુએ કમાંડો

તેમણે જણાવ્યું કે મહિલાઓએ ખાસ કમાંડો ફિલ્મ જોવી જોઇએ. આ ફિલ્મ આજના સમય માટે એક સમાધાન રજૂ કરે છે.

ગણપતિના શરણે

ગણપતિના શરણે

પૂજા ચોપરાએ ગઈકાલે મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણેશોત્સવમાં જઈ ભગવાન વિઘ્નહર્તાના દર્શન-પૂજન કર્યા હતાં.

રિલાયંસમાં પૂજા

રિલાયંસમાં પૂજા

તાજેતરમાં પૂજા ચોપરા રિલાયંસની ઑફિસે એક ઈવેંટ માટે પહોંચ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X