Pics : મારી અડગતામાં સ્પોર્ટ્સ પૃષ્ઠભૂમિનું પીઠબળ : દીપિકા
મુંબઈ, 16 ઑગસ્ટ : પહેલા યે જવાની હૈ દીવાની અને પછી ચેન્નઈ એક્સપ્રેસની સતત સફળતાથી ટોચે પહોંચેલા અભિનેત્રા દીપિકા પાદુકોણેનું કહેવું છે કે તેઓ ક્યારેય હાર નથી માનતાં અને સખત મહેનત કરતાં રહેશે. આઈએએનએસ સાથે એક સાક્ષાત્કારમાં દીપિકાએ જણાવ્યું - મને લાગે છે કે ઉતાર-ચઢાવ વ્યક્તિના કૅરિયરનો ભાગ છે. તે પૂર્ણત્વે આપની ઉપર નિર્ભર કરે છે કે આપ તેને કઈ રીતે લો છો. કાં તો આપ તેને નકારાત્મકતાથી લો અને નીચે જાઓ અને કાં તો તેને હકારાત્મક રીતે લઈ તેનાથી શીખો.
ભૂતપૂર્વ ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિંટન ચૅમ્પિયન પ્રકાશ પાદુકોણેના પુત્રી દીપિકા પાદુકોણેની તાજેતરમાં જ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ રિલીઝ થઈ છે અને તે અગાઉ યે જવાની હૈ દીવાની રિલીઝ થઈ હતી. રણબીર કપૂર તેમજ શાહરુખ ખાન સાથેની આ બંને ફિલ્મો હિટ રહી છે. તેમાંય ચેન્નઈ એક્સપ્રેસ તો એક પછી એક રેકૉર્ડ બનાવતી જાય છે.
દીપિકા પાદુકોણે કહે છે - શક્ય છે કે હું રમત-ગમત પૃષ્ઠભૂમિ ધરાવુ છું. તેથી જ હું સરળતાથી હાર નથી માનતી. હું એક યોદ્ધા છું. 27 વર્ષીય દીપિકા પાદુકોણેની છેલ્લી બંને ફિલ્મોએ સાબિત કરી આપ્યું કે પડદા ઉપર આકર્ષક દેખાવા ઉપરાંત દીપિકા પાદુકોણે બહેતર કામ પણ કરી શકે છે.
તેમણે જણાવ્યું - આ સાંભળવું વધુ સારૂં લાગે છે. મેં સાચે જ બહુ મહેનત કરી છે. મને ખબર છે કે મેં પોતાની જાતને કેટલી ઢસળી છે અને પોતાનો ઘણો બધો વ્યક્તિગત તથા કૌટુમ્બિક સમય ગુમાવ્યો છે. જો અંતે આપને સારૂં પરિણામ મળે, તો આપને ખરાબ નથી લાગતું. જો લોકો કહે છે કે આ મારૂં વર્ષ છે, તો આ મારી ફિલ્મો ઉપર નિર્ભર કરે છે.
આવો તસવીરોમાં જોઇએ દીપિકા પાદુકોણે તથા વધુમાં શું કહ્યું તમણે તે જાણીએ? :

નિષ્ફળતા પણ મળી
દીપિકા પાદુકોણેને પ્રારંભિક સફળતા બાદ તેમના બૉલીવુડ કૅરિયરમાં કાર્તિક કૉલિંગ કાર્તિક, લફંગે પરિંદે તથા બ્રેક કે બાદ જેવી નિષ્ફળ ફિલ્મોનો પણ સામનો કરવો પડ્યો છે.

સમ્પૂર્ણ તાકાત લગાવીશ
દીપિકાએ જમાવ્યું - હું પોતાની આવનાર ફિલ્મોમાં પોતાની સમ્પૂર્ણ તાકાત લગાવી દઇશ અને આશા સેવુ છું કે તે ફિલ્મો બહેતર હશે.

દરેક ફિલ્મ પસંદ પડે
દીપિકાએ જમાવ્યું - હું ઇચ્છુ છું કે મારી દરેક ફિલ્મ પસંદ કરવામાં આવે, સફળ થાય અને મારો અનુભવ વધે.

ઓમ શાંતિ ઓમથી શરુઆત
દીપિકા પાદુકોણેએ ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમ સાથે બૉલીવુડમાં શરુઆત કરી હતી. તેમાં શાહરુખ ખાન તેમના હીરો હતાં.

ઇમ્તિયાઝથી રોહિત
ઓમ શાંતિ ઓમ બાદ દીપિકાએ ઇમ્તિયાઝ અલી, આશુતોષ ગોવારીકર, પ્રકાશ ઝા, અયાન મુખર્જી બાદ હવે રોહિત શેટ્ટી જેવા દિગ્દર્શક સાથે ચેન્નઈ એક્સપ્રેસમાં કામ કર્યું છે.

રોહિતનો જુદો અંદાજ
દીપિકાએ જણાવ્યું - ચેન્નઈ એક્સપ્રેસના દિગ્દર્શક રોહિત શેટ્ટીનો પોતાનો જુદો અંદાજ છે. તેમની ફિલ્માંકન અને દિગ્દર્શનની રીત જુદી છે.

તૈયારી જરૂરી
દીપિકાનું માનવું છે કે કોઈ પણ રોલ કરવા માટે તૈયારી જરૂરી છે.

સ્પોર્ટ્સ પૃષ્ઠભૂમિ
દીપિકા પાદુકોણેના પિતા પ્રકાશ પાદુકોણે બૅડમિંટન ખેલાડી હતાં અને દીપિકા માને છે કે સ્પોર્ટ્સ પૃષ્ઠભૂમિ જ તેમના માટે પીઠબળ સમાન છે.












Click it and Unblock the Notifications
