Pics : એડલ્ટ સ્ટાર હતી, છું અને હંમેશા રહીશ : સન્ની લિયોન
મુંબઈ, 12 ઑગસ્ટ : ભારતીય મૂળના કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોને પોતાની પ્રથમ ફિલ્મ જિસ્મ 2 સાથે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ છતાં તેઓ નિરાશ નથી. સન્ની પૂર્ણ તન્મયતા સાથે પોતાની આવનાર ફિલ્મો જૅકપૉટ તથા રાગિણી એમએમસ 2ની તૈયારીઓમાં લાગેલા છે, પરંતુ તેમની પોતાની પોર્ન ઇમેજના કારણે તેઓ હંમેશા વિવાદો અને ટીકાઓનો ભોગ બનતા રહે છે. જોકે બિંદાસ્ત બાળા સન્નીને પોતાની આ ઇમેજ અંગે કોઈ શરમ નહિં, પણ ગર્વ છે.
તાજેતરમાં એક વાતચીત દરમિયાન સન્નીએ જણાવ્યું - મને કોઈ ફરક નથી પડતો કે લોકો મને પોર્ન સ્ટાર કહે છે. હું જે હતી, તે જ છું અને આગળ પણ તે જ રહીશ. મેં જે ફિલ્મો સાઇન કરી છે, તે માત્ર મારી પોર્ન ઇમેજને જ પડદા ઉપર નહીં દર્શાવે, પણ આ ફિલ્મો મારા અભિનય વાળા વ્યક્તિત્વને પણ દર્શાવશે.
કદાજ આ સન્ની લિયોનનો આત્મવિશ્વાસ જ છે કે જેથી તેઓ માત્ર મોટા બૅનર સાથે જ કામ નથી કરી રહ્યાં, પણ મોટા કલાકારો સાથે પણ કામ કરી રહ્યાં છે. કૈઝાદ ગુસ્તાની જૅકપૉટ ફિલ્મમાં સન્ની લિયોન સાથે નસીરુદ્દીન શાહ કામ કરી રહ્યાં છે, શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં સન્નીએ આયટમ સૉંગ કરી સારી ઇમેજ બનાવી હતી.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

જૅકપૉટમાં વ્યસ્ત સન્ની
ઇન્ડો-કૅનેડિયન એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને જિસ્મ 2માં ડૅર-બૅર રોલમાં દેખાનાર સન્ની લિયોન ગોવામાં સચિન જોશી સાથે ગલગલિયાં કરી રહ્યાં છે. ગોવા ખાતે જૅકપૉટ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સન્ની લિયોન ફિલ્મના હીરો સચિન જોશી સાથે ઇંટીમેટ સીન્સ આપી રહ્યાં છે.

ઇમેજ બદલવાની કોશિશ
મૅનફોર્સ સ્ટ્રૉબેરી કંડોલની એડ દ્વારા ભારતના ઘરે-ઘરે પહોંચનાર સન્ની લિયોન આજકાલ પોતાની ઇમેજ બદલવાના ચક્કરમાં છે. જાણવા મળે છે કે સન્ની લિયોન આજકાલ દરેક તે કામ કરે છે કે જે બૉલીવુડ અભિનેત્રીઓ કરતી હોય છે. તેથી જ તેઓ અંગ પ્રદર્શન પણ કરે છે, તો તે મર્યાદામાં રહીને.

આયટમ સૉંગના વખાણ
સન્ની લિયોન તાજેતરમાં જ આવેલી શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડ્યાં હતાં. આ આયટમ સૉંગ સારું એવું લોકપ્રિય થયુ હતું અને તેમના વખાણ પણ થયા હતાં.

રાગિણી એમએમસ 2
હાલ સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં વ્યસ્ત છે.

એક્શન રોલ
રાગિણી એમએમએસ 2 ફિલ્મ ખતમ થયા બાદ સન્ની એક્શન ફિલ્મ ટીના ઔર લોલોનું કામ શરૂ કરી દેશે.












Click it and Unblock the Notifications
