ફિલ્મી ભાગમભાગનો ભાગ નથી હૂં : સોનમ કપૂર
મુંબઈ, 11 માર્ચ : બૉલીવુડના સુપર હિટ હીરો અનિલ કપૂરના સુપર ફ્લૉપ અભિનેત્રી પુત્રી સોનમ કપૂરે જણાવ્યું કે તેઓ નંબર વન અને ભાગમભાગની રેસમાં શામેલ નથી. હવે તેઓ સારી ભૂમિકાઓને મહત્વ આપવાનાં છે. તેથી હવે તેઓ ચુનંદા રોલ જ કરવાનાં છે.

ભલે સોનમ કપૂર ચુનંદા રોલના નગાડા વગાડે, પરંતુ તેઓ દરેક તે કામ કરી રહ્યાં છે કે જેનાથી તેઓ સફળતા હાસલ કરી શકે. તાજેતરમાં જ તેમણે યશ રાજ કૅમ્પ તરફ વળાંક લીધો. ખબર છે કે યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મમાં સોનમ કપૂર બિકિનીમાં નજરે પડનાર છે. તેથી સોનમ કપૂર આજકાલ જિમમાં પરસેવો પાડી રહ્યાં છે કે જેથી તેઓ બિકિનીમાં ખૂબ હૉટ અને ગ્લૅમરસ દેખાય.
કરીના કપૂરને પોતાનો આદર્શણ ગણતાં સોનમલ કપૂર પણ તેમની જેમ જ હૉટ અને સેક્સી બનવાની કોશિશમાં છે. જોઇએ કે યશ રાજની ચુનંદા વાર્તા અને બિકિની સોનમ કપૂરને કઈ રેસમાં ઊભી કરે છે. હાલ તો સાવરિયા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાની કારકિર્દી શરૂ કરનાર સોનમ કપૂરે મોસમ અને પ્લેયર્સ સુધીની યાત્રામાં મહેનત તો સખત કરી છે, પરંતુ હજી સુધી મેહનતનું ફળ મળ્યું નથી.












Click it and Unblock the Notifications
