બિકની પહેરવા માટે જિમમાં પરસેવો પાડી રહી છે પરિણીતી

Posted By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપડાની કઝિન પરિણીતી ચોપડાએ બે-ચાર ફિલ્મો દ્વારા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ તે પ્રિયંકા ચોપડાની જેમ સુડોળ કાયાની માલકણ નથી. પરંતુ પરિણીતીનું કહેવું છે કે તે પોતાના જિમ અને સતત કસરતના લીધે ઘણું શેપમાં કરી લીધું છે અને તેમને લાગે છે કે તે દિવસ દુર નથી જ્યારે બિકની પહેરેલી જોવા મળશે. પરિણીતી પોતાને જાડી માનતી નથી પરંતુ તેમનું કહેવું છે કે તે હજુ ઝીરો સાઇઝવાળી થઇ નથી.

પોતાની બહેન પ્રિયંકા ચોપડાને પોતાની આદર્શ માનનારી પરિણીતીનું કહેવું છે કે હું અને પ્રિયંકા ચોપડા ક્યારેય પણ બરાબર હોઇ ના શકીએ. પ્રિયંકા મારા કરતાં ઘણી મોટી અને દરેક મુદ્દે સિનિયર છે. તે વધુ ટેલેન્ટેડ છે. તે વિશ્વસુંદરી છે, તે સારી અને જાણિતી અભિનેત્રી છે અને સુરીલી ગાયિકા છે.

parineeti-chopra

હું તેના પાસેથી ઘણું શીખ્યું છે અને શીખી રહી છું અને તે મને મોટી બહેન માફક સલાહ આપે છે. હું તેના જેવું કરી શકું તો એ મારું સૌભાગ્ય હશે. હાલમાં તો હું દુઆ કરું છું છે કે તે આ જ રીતે સારું કામ કરતી રહે અને અમારા પરિવારનું નામ રોશન કરતી રહે.

આમ હાલમાં પરિણીતી ચોપડા પોતાની આગામી ફિલ્મ 'હંસી તો ફંસી'ને લઇને ઘણી ચર્ચામાં છે. પરિણીતી ચોપડાએ ફિલ્મ 'હંસી તો ફંસી'માં એક પાગલ વૈજ્ઞાનિકનો રોલ ભજવ્યો છે. વિનિલ મૈથ્યૂ નિર્દેશિત 'હંસી તો ફંસી'માં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા છે. ફિલ્મ સાત ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

English summary
I am working very hard to become thin. I feel I am skinny now," Parineeti chopra said.Parineeti, however, says she always felt uncomfortable with her extra pounds.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.