વેલકમ 2 : ‘કૅટના સ્થાને સોનાક્ષી, પણ મલ્લિકાનો રોલ સન્નીને નહિં’

મુંબઈ, 27 મે : બૉલીવુડ દિગ્દર્શક અનીસ બઝ્મી કહે છે કે તેઓ અભિનેત્રી સન્ની લિયોનને પોતાની આવનાર ફિલ્મ વેલકમ 2માં લઈ કોઈ જોખમ ઉપાડવા નથી માંગતાં. સમાચાર એવા હતાં કે વેલકમમાં જે રોલ મલ્લિકા શેરાવતે કર્યો હતો, વેલકમ 2 ફિલ્મમાં તે રોલમાં સન્ની લિયોનને લેવામાં આવનાર છે, પરંતુ ફિલ્મના દિગ્દર્શકે તેનું ખંડન કર્યું છે.

sonakshi-anees-sunny

જોકે સમાચાર એવાં પણ મળે છે કે વેલકમમાં જે રોલ કૅટરીના કૈફનો હતો, તે રોલ વેલકમ 2માં હવે સોનાક્ષી સિન્હાને આપવામાં આવ્યો છે. કહે છે કે સોનાક્ષી સિન્હાને ફિલ્મ માટે સાઇન પણ કરી લેવાયાં છે.

અક્ષય કુમાર, નાના પાટેકર, અનિલ કપૂર, કૅટરીના કૈફ અને મલ્લિકા શેરાવતની મુખ્ય ભૂમિકાઓ ધરાવતી વેલકમ ફિલ્મનું દિગ્દર્શન કરનાર અનીસ બઝ્મીએ જણાવ્યું કે વેલકમની સિક્વલમાં કેટલાંક નવા ચહેરાઓ નવા હશે. તેમાં અક્ષય કુમારના સ્થાને જ્હૉન અબ્રાહમ અગાઉ જ ફાઇનલ થઈ ચુક્યાં છે. તેમણે જણાવ્યું કે નાના પાટેકર અને અનિલ કપૂર વેલકમ 2માં હશે અને તે બંનેએ સન્ની લિયોન સાથે કામ કરવાનો ઇનકાર કરતાં હવે મલ્લિકા શેરાવત વાળા રોલમાં સન્ની લિયોનને નહિં લેવામાં આવે.

અનીસ બઝ્મી પોતે પણ કહે છે કે એક દિગ્દર્શક તરીકે મારો પણ એ જ વિચાર છે કે હું સન્ની લિયોનને પોતાની ફિલ્મમાં લેવા અંગે જરા પણ ઇંટરેસ્ટેડ નથી. પ્યાર તો હોના હી થા, નો એન્ટ્રી અને રેડી જેવી ફિલ્મોના દિગ્દર્શક અનીસ બઝ્મી કહે છે કે તેઓ પારિવારિક ફિલ્મો બનાવે છે અને સન્ની લિયોન સાથે ફિલ્મ કરી કોઈ પણ જાતનો જોખમ ઉપાડવા નથી માંગતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X