સુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ તેની જિંદગી વિશે ઘણા ખુલાસા કર્યા હતા. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેની ઘણી ચર્ચા થઈ રહી છે.

સુશાંત સુસાઈડ કેસને દોઢ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે તેમછતાં મુંબઈ પોલિસ કોઈ ઠોસ પરિણામ પર પહોંચી શકી નથી. બિહાર પોલિસ રિયા ચક્રવર્તી સામે કેસ નોંધીને તપાસ તો કરી રહી છે પરંતુ તેને મુંબઈ પોલિસ પાસેથી સહયોગ નથી મળી રહ્યો. હાલમાં જ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ તેની જિંદગી વિશે ઘણા ખુલાસા કર્યા હતા. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેની ઘણી ચર્ચા થઈ રહી છે.

Araનુ કોટ કર્યુ શેર

Araનુ કોટ કર્યુ શેર

અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર આરા(Ara)નુ એક કોટ શેર કર્યુ. જેમાં લખ્યુ છે તે મારાથી જિંદગીમાં લાખો વસ્તુઓ ઈચ્છી રહ્યા છે અને આના માટે મે આ જવાબ આપીને કહ્યુ કે તે ઈચ્છે છે કે હું દુનિયાના પોતાના આ સમયમાં લાખો-કરોડો વસ્તુઓમાં ફેરવાતી રહુ અને ઝૂકતી રહુ... મારા માટે નથી...હું સંતોની રાહ પર છુ, દેવીની જેમ જન્મી અને મને વહાવીને નહિ લઈ જઈ શકાય..હું પોતાના દિલની વાત સાંભળુ છુ અને પોતાના આત્માની વાત કહુ છુ... ના તો મને ખરીદી શકાય છે અને ના મને વેચી શકાય છે.

અંકિતાએ કર્યા હતા ઘણા ખુલાસા

અંકિતાએ કર્યા હતા ઘણા ખુલાસા

એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અંકિતાએ કહ્યુ કે તેને એક રિપોર્ટર દ્વારા સુસાઈડના સમાચાર મળ્યા હતા. તેને એ વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તે સમજી જ ન શકી કે અચાનક શું થઈ ગયુ. અંકિતાના જણાવ્યા મુજબ સુશાંત સુસાઈડ કરનાર વ્યક્તિ નહોતો. તેને પોતાના સપના જીવવા હતા, તે ડાયરીમાં એક-એક વાત લખતો હતો કે તેણે 5 વર્ષ બાદ શું કરવાનુ છે. અંકિતા સુશાંતને ખૂબ નજીકથી જાણતી હતી માટે તેને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે સુશાંતે સુસાઈડ કરી લીધી.

બહેને જણાવી ઘણી વાતો

બહેને જણાવી ઘણી વાતો

અંકિતાના જણાવ્યા મુજબ સુશાંતના પિતા પાસે તેનો નવો નંબર નહોતો. તેણે એક વાર ફોન કરીને કહ્યુ હતુ કે બની શકે તો મારી સુશાંત સાથે વાત કરાવી દો. તેની બહેન શ્વેતાને પણ અંકિતા મેમાં મળી હતી. એ દરમિયાન તેણે અંકિતાને જણાવ્યુ કે મેમાં એક વાર તેની સુશાંત સાથે વાત થઈ હતી. શ્વેતાના જણાવ્યા મુજબ સુશાંત માટે પૈસા મહત્વ નહોતા રાખતા, તેના માટે માત્ર ઈમેજ જ બધુ હતી.

મજબૂત દિલના હતા સુશાંત

મજબૂત દિલના હતા સુશાંત

અંકિતાના જણાવ્યા મુજબ પવિત્ર રિશ્તા છોડ્યા બાદ સુશાંતે ત્રણ વર્ષ સુધી ફિલ્મ મળવાની રાહ જોઈ. તે હંમેશા હસતા રહેતા હતા. સુશાંતના કરિયરમાં બધુ પ્લાનિંગના હિસાબે ચાલી રહ્યુ હતુ. એવામાં ડિપ્રેશનની વાત ક્યાંથી આવી ગઈ. અંકિતાના જણાવ્યા મુજબ સુશાંત મજબૂત દિલના હતા. માટે ડિપ્રેશન અને સુસાઈડની વાત તે નથી માનતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X