પિતા સાથે વધુ સમય ન ગાળી શકવાનો અફસોસ : અમિતાભ
મુંબઈ, 2 જૂન : ફિલ્મોમાં સફળતાના ઉચ્ચતમ શિખરે પહોંચેલા અભિનેતા અમિતાભ બચ્ચને જણાવ્યું - મને પોતાના પિતા હરિવશંશ રાય બચ્ચન સાથે વધુ વખત પસાર ન કરી શકવાનો ખૂબ જ અફસોસ છે.

તેમણે જણાવ્યું કે - પોતાની પુસ્તકોમાં વ્યસ્ત રહેતાં અને હું કામમાં. એવામાં અમે બંને પાસે સમયની ઉણપ હતી. જ્યારે હું 62 વરસનો હતો, ત્યારે મારા બાબુજીનું નિધન થઈ ગયુ હતું.
અમિતાભે પોતાના માતા તેજી બચ્ચનનાવખાણ કરતાં જણાવ્યું કે તેઓ એક શીખ મહિલા હતાં. આમ છતાં તેમણે બાબુજી સાથેલગ્ન કર્યાં અને અલ્હાબાદ ખાતે રહ્યાં કે જે એક મોટી બાબત છે. મારા માતા સમગ્ર પરિવારને એક મજબૂત ઇચ્છાશક્તિ સાથે સલામતી પ્રદાન કરતા હતાં. હું પોતાના પિતા સાથે વધુ સમય ન ગાળી શક્યો, પણ આજેય તેઓ મારા માટે પ્રેરણા છે. હું આજે પણ પોતાના માતા-પિતા પાસેથી પ્રેરણા લઉ છું.
અમિતાભ બચ્ચન વધુમાં કહે છે - આજે હું પોતાના પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન તથા વહુ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે રહુ છું કે જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. અમિતાભ બચ્ચન પોતાના પિતાની ખૂબ જ નજીક રહ્યાં છે. તેઓ મંચ ઉપર તેમની લખેલી કવિતા મધુશાલા અનેક વાર વાંચી ચુક્યાં છે. અમિતાભ ટુંકમાં જ સત્યાગ્રહ ફિલ્મમાં દેખાશે.












Click it and Unblock the Notifications
