Pics : બેડોળ ઝરીન ખાન બન્યાં સુડોળ અને સ્લીમ!

મુંબઈ, 30 સપ્ટેમ્બર : બેડોળ શરીર ધરાવતી ફિલ્મ વીરની અભિનેત્રી યાદ હશે... હા જી, તે જ કે જેનો ચહેરો કૅટરીના કૈફ સાથે મળતો આવે છે. આજકાલ એ જ ઝરીન ખાન ખૂબ જ સ્લીમ-ટ્રીમ નજરે પડી રહ્યાં છે. એક ઇવેંટમાં ખૂબ જ કમસીન અંદાજમાં દેખાતાં ઝરીનને જ્યારે મીડિયાવાળાઓએ તેમની સુંદર કાયા વિશે સવાલ કર્યો, તો તેમણે જે જવાબ આપ્યો, તે સાંભળી સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયાં. ઝરીને કહ્યું - મેં મારૂં વજન આપ સૌના માટે ઘટાડ્યું છે, કારણ કે આપ સૌ (મીડિયા વાળા) મારી બહુ ટીકા કરતા હતાં.

ઝરીન ખાને જે સમયે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો કે ત્યારે તેમને પોતાના વધેલા વજન અંગે ઘણી ટીકાઓ સહેવી પડી હતી. તેમણે જણાવ્યું કે તેમણે આવી સ્લીમ કાયા પામવા માટે પાવર યોગ, કાર્ડિયો બૂટકૅમ્પ તથા વજન તાલીમ લીધી. છેલ્લે હાઉસફુલ 2માં દેખાયેલા ઝરીન ખાન ટુંકમાં જ રેમો ડિસૂઝાની આગામી ફિલ્મ અમર મસ્ટ ડાયમાં દેખાશે. તેમાં અભિનેતા રાજીવ ખંડેલવાલ પણ છે.

દક્ષિણની ફિલ્મોની સાથે-સાથે ઝરીન ખાન પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યાં છે. બૉલીવુડમાં સલમાનની શોધ ગણાતાં ઝરીન ખાન સલમાન ખાનને જ પોતાના ગૉડફાધર ગણે છે. ઘણા વખતથી ચર્ચામાંથી દૂર અભિનેત્રી ઝરીન ખાન રસપ્રદ ફિલ્મ અમર મસ્ટ ડાય સાથે કમબૅક કરી રહ્યાં છે. કહે છે કે મનીષ ઝાની ધ લીજેન્ડ ઑફ માયકલ મિશ્રા ફિલ્મ અંગે પણ ઝરીન ખાન સાથે ચર્ચા કરાઈ છે.

થઈ ગઈ હું પાતળી

થઈ ગઈ હું પાતળી

ઝરીન કહે છે - મેં વજન ફિલ્મો માટે નથી ઉતાર્યું, પણ મીડિયા માટે ઉતાર્યું છે.

મીડિયાથી પરેશાન

મીડિયાથી પરેશાન

એક ઇવેંટમાં ઝરીને જણાવ્યું - નહીં, આ કોઈ ફિલ્મ માટે નથી કર્યું. મેં વજન આપ સૌ (મીડિયા)ના માટે ઉતાર્યું છે. આપ સૌ મારી બહુ ટીકા કરતા હતાં.

યોગ કર્યા

યોગ કર્યા

ઝરીન કહે છે - મેં વજન ઉતારવા માટે તાલીમ લીધી, યોગ કર્યાં.

અમર મસ્ટ ડાયમાં ઝરીન

અમર મસ્ટ ડાયમાં ઝરીન

છેલ્લે હાઉસફુલ 2માં દેખા દેનાર ઝરીન રેમો ડિસૂઝાની આગામી ફિલ્મ અમર મસ્ટ ડાયમાં નજરે પડશે કે જેમાં રાજીવ ખંડેલવાલ પણ છે.

પંજાબી ફિલ્મોમાં પણ સક્રિય

પંજાબી ફિલ્મોમાં પણ સક્રિય

ઝરીન પંજાબી ફિલ્મોમાં પણ સક્રિય છે. ઉપરાંત તેઓ ધ લીજેન્ડ ઑફ માયકલ મિશ્રામાં પણ કામ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X