હું પાર્ટી નથી કરતી, પબ નથી જતી : સોનાક્ષી સિન્હા

મુંબઈ, 16 ઑગસ્ટ : દબંગ તથા રાઉડી રાઠોડ જેવી મારધાડ-મસાલા ધરાવતી ફિલ્મોમાં કામ કરી ચુકેલાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા કહે છે કે તેમને ક્યારેય કોઈ ફિલ્મ નિર્માતા પાસેથી અસહજ કરનાર ભૂમિકા ભજવવાની ઑફર નથી મળી.

sonakshi

સોનાક્ષીએ જણાવ્યું - મને ક્યારેય એવું પાત્ર ભજવવાની ઑફર નથી મળી કે જે અપ્રિય હોય. લોકો જાણે છે કે કેટલાંક એવા પાત્ર ભજવતાં હું સહજ નથી. તેથી મારી પાસે તેવી ભૂમિકાઓ ભજવવાની ઑફર ક્યારેય નથી આવી કે જે મારા માટે અસહજ હોય.

અંગ પ્રદર્શન તથા પોતાના સહ-અભિનેતાઓ સાથે નિકટતાથી અંતર જાળવી રાખનાર 26 વર્ષીય સોનાક્ષી સિન્હા કહે છે કે તેઓ માત્ર પોતાના કામ ઉપર ધ્યાન આપે છે. છેલ્લે લુટેરા અને ગઈકાલે જ રિલીઝ થયેલી વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં દેખાનાર સોનાક્ષીએ જણાવ્યું - હું માત્ર પોતાના કામ સાથે સંબંધ ધરાવુ છું. હું પાર્ટી નથી કરતી, હું પબ નથી જતી, હું એક ખૂબ જ એકાંતપ્રિય વ્યક્તિ છું અને પ્રામાણિકતાપૂર્વક કહું, તો મારી પાસે બિલ્કુલ સમય જ નથી. હું ખુશ છું કે મારો માત્ર મારા કામ સાથે સંબંધ છે અને તેના માટે થતાં વખાણથી મને ખુશી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X