મૅરી કોમ બનનાર પ્રિયંકાએ ક્યારેય કોઈ રમત નથી રમી!

મુંબઈ, 26 ઑગસ્ટ : ભારતના રીયલ હીરોઇન મૅરી કોમ ઉપર આધારિત ફિલ્મમાં લીડ રોલ કરી રહેલાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું કહેવું છે કે તેમને મૅરી કોમની ભૂમિકા ભજવવાની તક મળવાને તેઓ સૌભાગ્ય ગણે છે, પણ આ રોલ તેમના માટે ખૂબ જ પડકારજનક છે, કારણ કે તેઓ રીયલ લાઇફમાં ક્યારેય કોઈ રમત નથી રમ્યાં. પીસીએ જણાવ્યું - મેં ક્યારેય ભાગદોડ ધરાવતી રમતો નથી રમી. તેથી પડદા ઉપર મૅરી કોમની લાઇફ જીવવી મારા માટે ખૂબ ટફ છે.

marykom-priyanka-chopra

પ્રિયંકા ચોપરા મૅરી કોમ બનવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. તેમણે બૉક્સિંગની વર્કશોપ પણ જૉઇન કરી છે. ત્યાં મૅરી કોમ પોતે પ્રિયંકાને કેટલાંક સ્ટંટ શીખવાડશે. મૅરી કોમને પોતાના જીવનની સૌથી મુશ્કેલ ફિલ્મ માનનાર પ્રિયંકા ચોપરા એમ તો આ રોલ મળતા ખુશ પણ છે. તેઓ કહે છે કે સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત આ ફિલ્મ એકદમ જુદી હશે.

નોંધનીય છે કે મૅરી કોમ ફિલ્મના નિર્માતા ઓમંગ કુમાર છે. પ્રિયંકાએ જણાવ્યું - મારા માટે આ ગૌરવની બાબત છે કે હું એક રીયલ ટાઇમ લાઇવ હીરોઇનનું જીવન રૂપેરી પડદે જીવનાર છું કે જેની ઉપર દરેક ભારતીયને ગર્વ છે. હાલ તો પ્રિયંકા ચોપરા આવતા મહીને રિલીઝ થનાર ઝંજીર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે રામ ચરણ તેજા તથા માહી ગિલ નજરે પડનાર છે. આ ફિલ્મ બાદ મૅરી કોમના શૂટિંગમાં ઝડપ આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X