Pics : દર્શકોને ગમશે મારી ને રણવીરની જોડી : સોનાક્ષી
મુંબઈ, 8 જૂન : બૉલીવુડ અભિનેત્રી અને દબંગ ગર્લ તરીકે જાણીતાં સોનાક્ષી સિન્હાને પુરતો ભરોસો છે કે ફિલ્મ લુટેરામાં રણવીર સિંહ સાથે તેમની જોડી દર્શકોને જરૂર ગમશે.
એકતા કપૂર નિર્મિત લુટેરા ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ બંને હાજર હતાં. સોનાક્ષીએ રણવીર સાથે કામ કરવા અંગે જણાવ્યું - મારું અને રણવીર સિંહનું કામ કરવાની રીત બિલ્કુલ અલગ-અલગ છે. રણવીર તો હંમેશા કામ કરવા માટે તૈયાર છે, પણ હું જ્યાં સુધી કૅમેરો ઑન નથી થતો, ત્યાં સુધી તૈયાર નથી થતી.
સોનાક્ષી સિન્હા એમ પણ કહે છે - લુટેરા ફિલ્મમાં મને અને રણવીર સિંહને બહુ સારી રીતે રજૂ કરાયાં છે અને મને ભરોસો છે કે અમારી ફ્રેશ જોડી દર્શકોને જરૂર ગમશે. લુટેરા આગામી 5મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

પહેલી વાર રણવીર-સોનાક્ષી
વિક્રમાદિત્ય મોટવાણી દિગ્દર્શિત લુટેરા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે રણવીર સિંહ છે. પહેલી વાર આ જોડી રૂપેરી પડદે આવી રહી છે.

નવ વાર સાડી બદલી
1950ના દાયકા પર આધારિત ફિલ્મના એક ગીત સંવાર લૂં... માં સોનાક્ષી સિન્હાએ નવ વાર સાડી બદલી છે.

પચાસનો દાયકો તાજો થશે
સંવાર લૂં... માટે ખાસ રીતે સાડીઓની પસંદગી કરાઈ કે જેથી 50ના દાયકાની ઝલક દેખાય.

ત્રણ લાખની સાડીઓ
સોનાક્ષીએ માત્ર આ એક ગીતમાં નવ પ્રકારની સાડીઓ પહેરવાની હતી કે જેની કિંમત લગભગ 3 લાખ રુપિયા થાય છે.

સોનાક્ષીને વિશ્વાસ
સોનાક્ષીને વિશ્વાસ છે કે લુટેરા ફિલ્મમાં તેમની અને રણવીર સિંહની ફ્રેશ જોડી દર્શકોને જરૂર પસંદ પડશે.












Click it and Unblock the Notifications
