For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑડિયંસ રિવ્યૂ : સારી ફિલ્મ છે આઈ મી ઔર મૈં

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ફેબ્રુઆરી : ગઈકાલે પડદા ઉપર જ્હૉન અબ્રાહમ નિર્મિત આઈ મી ઔર મૈં ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ પાસે મોટા ધડાકાની તો આશા હતી જ નહીં, છતાં પણ ફિલ્મ એક વાર જોવાલાયક જરૂર છે. ફિલ્મનો પ્રથમ શો જોઈ નિકળનાર દર્શકોએ વનઇન્ડિયા સાથે વાતચીત કરી અને જણાવ્યું કે સારી ફિલ્મ છે આઈ મી ઔર મૈં.

i me aur main

રાજેશ શાહ નામના એક દર્શકે જણાવ્યું - જે લોકોને મસ્તી અને ફન ગમે છે, તેમને આઈ મી ઔર મૈં ફિલ્મ ખૂબ ગમશે. જ્હૉન અબ્રાહમ, પ્રાચી દેસાઈ અને ચિત્રાંગદા સિંહ ત્રણેએ સારૂં કામ કર્યું છે, પરંતુ ચિત્રાંગદા ઇઝ સુપર હૉટ. તેઓ ખૂબ સારા લાગે છે. આઈ મી ઔર મૈં એક લાઇટ મૂવી છે કે જે યુવાનોને ગમવી જોઇએ.

નોંધનીય છે કે ફિલ્મના કલાકારોએ પણ ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યુ હતું કે ફિલ્મ લાઇટ મૂવી છે. ફિલ્મ અંગે જ્હૉને અગાઉ જ કહ્યું છે કે આ એક ઇમોશનલ બ્યૂટીફુલ ડ્રામા છે કે જે લોકોના હૃદયને સીધી જ સ્પર્શે છે. ફિલ્મના નિર્માતા પોતે જ્હૉન છે. તેથી તેઓ એવી વાતો કરી રહ્યા હતાં. ફિલ્મના દિગ્દર્શક કપિલ શર્મા છે, પરંતુ દર્શકોની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે ફિલ્મ લોકોને પસંદ પડી રહી છે.

English summary
I, Me Aur Main is a Beautiful Light Drama said Audience after Watching The Film on Oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X