Pics : આ ફાધર્સ ડેએ પપ્પાને મિસ કરશે પ્રિયંકા

મુંબઈ, 15 જૂન : આજે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જેવા દર્દનો સામનો કરી રહ્યાં છે, તેને કદાચ સમય જ ભરી શકે. તેના સિવાય કોઈ નહિં. તેમાં પણ જો ફાદર્સ ડેના 6 દિવસ અગાઉ જ પપ્પા આમ જતાં રહે, તો પ્રિયંકા ચોપરા આઘાતને બહુ જલ્દી ભુલાવી નહિં શકે.

હા જી. ફાદર્સ ડે 16મી જૂને છે અને પ્રિયંકા ચોપરાએ પોતાના લવિંગ ફાધર ડૉ. અશોક ચોપરાને ગત સોમવારે જ ગુમાવ્યાં છે. દર વર્ષે ફાદર્સ ડે ધામધૂમથી ઉજવનાર પ્રિયંકા ચોપરા આ વર્ષે પપ્પાને ખૂબ જ મિસ કરશે, તે વાતમાં કોઈ શંકા નથી. પ્રિયંકા માટે આ વર્ષનો ફાદર્સ ડે તેમના ગમમો વધારો કરનારો સાબિત થશે.

આવો તસવીરોમાં જોઇએ પ્રિયંકા ચોપરાની પપ્પા સાથે પસાર કરેલી કેટલીક સુખદ ક્ષણો :

કૅંસરે લીધો જાન

કૅંસરે લીધો જાન

પ્રિયંકા ચોપરાના પપ્પા અશોક ચોપરાનું નિધન ગત 10મી જૂને થયુ હતું. તેઓ કૅંસરથી પીડાતા હતાં.

લવિંદ ફાધર

લવિંદ ફાધર

અશોક ચોપરા પ્રિયંકા ચોપરાના લવિંગ ફાધર હતાં.

ઈવેંટ્સમાં સાથે

ઈવેંટ્સમાં સાથે

પ્રિયંકા ચોપરા સામાન્ય રીતે દરેક ઈવેંટ્સમાં પોતાના મમ્મી-પપ્પા ખાસ તો પપ્પાને સાથે જ રાખતા હતાં.

દર્દ શૅર નહોતા કરતાં પ્રિયંકા

દર્દ શૅર નહોતા કરતાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરાના પપ્પા ઘણા વખતથી કૅંસરથી પીડાતા હતાં, પરંતુ પ્રિયંકા પોતાનું દર્દ કોઈની સાથે શૅર નહોતા કરતાં.

બ્લફમાસ્ટર દરમિયાન અપસેટ

બ્લફમાસ્ટર દરમિયાન અપસેટ

બ્લફમાસ્ટર ફિલ્મ દરમિયાન અશોક ચોપરાની તબીયત લથડતા પ્રિયંકા ચોપરા અપસેટ થઈ ગયા હતાં.

તમામ શૂટિંગ રદ્દ

તમામ શૂટિંગ રદ્દ

પ્રિયંકા ચોપરાના પપ્પાની તબીયત નિધન અગાઉના અઠવાડિયા દરમિયાન વધુ લથડતાં પ્રિયંકા ચોપરાએ તમામ શૂટિંગ અને રિહર્સલના કાર્યક્રમો રદ્દ કરી નાંખ્યા હતાં.

પપ્પાને બહુ પ્રેમ કરતાં પ્રિયંકા

પપ્પાને બહુ પ્રેમ કરતાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પોતાના પપ્પાને બહુ પ્રેમ કરતા હતાં.

મૅરી કોમમાં વ્યસ્ત હતાં પ્રિયંકા

મૅરી કોમમાં વ્યસ્ત હતાં પ્રિયંકા

પ્રિયંકા આજકાલ સંજય લીલા ભાનુશાળીની મૅરી કોમ આધારિત અનટાઇટલ્ડ ફિલ્મના રિહર્સલમાં વ્યસ્ત હતાં. આ દરમિયાન પણ તેમણે કોઈને પણ પોતાના પપ્પાની તબીયત અંગે વાત નહોતી કરી.

કૅંસરનું નિદાન

કૅંસરનું નિદાન

અશોક ચોપરાને કૅંસરનું નિધન થયા બાદ તેમની સારવાર સતત ચાલતી હતી.

હારી ગયા જંગ

હારી ગયા જંગ

કૅંસર સામે આખરે અશોક ચોપરા જંગ ગત 10મી જૂને હારી ગયાં. તેમણે કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં.

પ્રિયંકાની હાજરીમાં છેલ્લો શ્વાસ

પ્રિયંકાની હાજરીમાં છેલ્લો શ્વાસ

પ્રિયંકા ચોપરા જેમને સૌથી વધુ પ્રેમ કરતા હતાં, તેવા પપ્પા અશોક ચોપરાએ પ્રિયંકાની સામે જ છેલ્લો શ્વાસ લીધો.

બૉલીવુડનો સધિયારો

બૉલીવુડનો સધિયારો

પપ્પાનું નિધન થયા બાદ પ્રિયંકા ચોપરાને બૉલીવુડનો સધિયારો મળ્યો હતો.

શાહરુખ-કરણે સાંત્વન આપ્યું

શાહરુખ-કરણે સાંત્વન આપ્યું

ગમગીન પ્રિયંકાને શાહરુખ ખાન તથા કરણ જૌહર સહિત બૉલીવુડની અનેક હસ્તીઓએ સાંત્વન આપ્યું.

ફાધર્સ ડે વધારશે દુઃખ

ફાધર્સ ડે વધારશે દુઃખ

આ વખતનો ફાધર્સ ડે પ્રિયંકા ચોપરાના દુઃખમાં વધારો કરશે. દર વર્ષે પપ્પા સાથે ધામધૂમથી ફાદર્શ ડે ઉજવતાં પ્રિયંકાને આ વખતે પપ્પાની ખોટ રહી-રહીને યાદ આવશે ને સાલશે પણ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X