Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મારી સફળતા પાછળ માતાનો મોટો ઉપકાર : નીતૂ ચંદ્રા

ચેન્નઈ, 8 માર્ચ : બૉલીવુડ અભિનેત્રી નીતૂ ચંદ્રાએ જણાવ્યું છે કે જો તેમના માતા તેમની સાથે ન હોત, તો તેમના માટે જીવન ખૂબ જ મુશ્કેલ હોત. તેઓ પોતાની સફળતા પાછળ પોતાના માતાનો મોટો ઉપકાર ગણે છે. તેથી જ નીતૂ ચંદ્રા આજે મહિલા દિવસ પ્રસંગે પોતાના માતાને ખાસ મહત્વ આપવા માંગે છે.

neetu-chandra

નીતૂએ આઈએએનએસ સાથે વાતચીત જણાવ્યું - હું પોતાની સફળતા માટે પોતાના માતાની આભારી છું. તેમના વગર આ દુનિયાના દરવાજા મારા માટે બંધ હોત. મારી કેટલીક અન્ય મહિલા મિત્રો સાથે તેમના માટે આ દિવસને ખાસ બનાવવાની યોજના છે. મને લાગે છે કે આ દિવસનો મહિલાઓ માટે ખાસ મહત્વ છે અને અમે સૌ અમારા પરિવારો, કાર્યક્ષેત્ર અને સમાજની કરોડરજ્જુ છીએ.

જ્યારે નીતૂ ચંદ્રાને પૂછવામાં આવ્યું કે તેઓ મહિલા દિવસમાં વિશ્વાસ ધરાવે છે? તો નીતૂએ જણાવ્યું - આ ખૂબ સારી બાબત છે કે આપણી પાસે સ્ત્રીત્વની ઉજવણી કરવા માટે એક ખાસ દિવસ છે, પરંતુ સાથે જ મને એમ પણ લાગે છે કે આપણે સ્ત્રીત્વની ખુશી આખા વરસ ઉજવવી જોઇએ. મહિલાઓએ આપણાં દેશમાં એક લાંબી સફર કરી છે અને આજે વાલીઓને પોતાની દીકરીઓ ઉપર ગર્વ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X