મહેશ ભટ્ટ બાદ હવે સલમાનની પાછળ પડ્યાં મીરા

આ વાત મીરાએ મથુરા ખાતે એક કાર્યક્રમ દરમિયાન જણાવી. પોતાના નામને અનુરૂપ મીરાએ પોતાના કાનુડા સલમાન સાથે પ્રેમનો ઇકરાર તો કરી નાંખ્યો, પણ તે વગર વિચાર્યે કે સલમાન ખાન તેમને ચાહે છે કે કેમ? નોંધનીય છે કે આ તે જ મીરા છે કે જેમણે એપ્રિલ, 2011માં નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ સામે જાતિય શોષણનો આરોપ મૂક્યો હતો. મીરાએ જણાવ્યુ હતું કે તેમણે મુંબઈ નહોતુ છોડ્યું, પણ તેમને પરાણે છોડાવાયુ હતું. તેની પાછળ મહેશ ભટ્ટનો હાથ હતો. મહેશ ભટ્ટ નહોતા ઇચ્છતાં કે મીરા તેમના ઉપરાંત બીજા કોઈની ફિલ્મ કરે. મહેશ ભટ્ટે અનેક વાર મારી ઉપર હાથ પણ ઉપાડ્યો હતો.
જોકે પછીથી મીરાએ ફેરવી તોડ્યુ હતું અને સમગ્ર દોષ મીડિયો ઉપર નાંખ્યો હતો. પછી જ્યારે મીરાના નિવેદન અંગે મહેશ ભટ્ટને પુછાયું, તેઓ છંછેડાઈ ગયી હતાં. તેમણે મીરા ગાંડા થઈ ગયા છે, ત્યાં સુધી કહ્યુ હતું.












Click it and Unblock the Notifications
