For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ હું સ્ટાર કિડ હોત તો... 'આશ્રમ 3'માં બોલ્ડ સીન આપનારી ઈશા ગુપ્તાએ કાઢી ભડાશ

હાલમાં આશ્રમ 3 વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપીને સતત ચર્ચામાં રહેતી ઈશાએ પોતાનો અનુભવ શેર કર્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું થઈ રહ્યુ છે તેના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી નેપોટીઝમની ચર્ચા ચાલી રહી છે. હિન્દી સિનેમામાં બહારના કલાકારો અને અભિનેત્રીઓ આરોપ લગાવી રહ્યા છે કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે કારણ કે તેમની પાસે કોઈ ફિલ્મી બેક ગ્રાઉન્ડ નથી. બૉલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. હાલમાં આશ્રમ 3 વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપીને સતત ચર્ચામાં રહેતી ઈશાએ પોતાનો અનુભવ શેર કર્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું થઈ રહ્યુ છે તેના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

આઉટ સાઈડર હોવાના કારણે તેને...

આઉટ સાઈડર હોવાના કારણે તેને...

ઈશા ગુપ્તાએ તાજેતરમાં મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલ્યુ હતુ કે બૉલિવુડમાં બહારની વ્યક્તિ હોવાને કારણે તેને અહીં સુધી પહોંચવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણો લાંબો રસ્તો અપનાવવો પડ્યો હતો. તેણે સ્ટારકિડને ફિલ્મ ઉદ્યોગમાં મળતા વિશેષાધિકારો વિશે ઘણી હ્રદયસ્પર્શી વાતો કરી.

ઈશાએ 2012માં આ ફિલ્મથી કરી શરુઆત

ઈશાએ 2012માં આ ફિલ્મથી કરી શરુઆત

બૉલિવુડ એક્ટ્રેસ ઈશાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અનુભવોના આધારે તેનુ દુઃખ વ્યક્ત કર્યુ. 2012માં 'જન્નત 2'થી કરિયર શરૂ કરનાર ઈશાએ હમશકલ્સ, રાઝ 3ડી, રૂસ્તમ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

રડવા માટે કોઈ ખભો નહોતો

રડવા માટે કોઈ ખભો નહોતો

ઈટાઈમ્સ સાથેના એક ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યુ, 'એક વ્યક્તિ કે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી, હું બહારના લોકો માટે એટલુ જ કહી શકુ છુ કે તમારી પાસે રડવા માટે કોઈ ખભો નથી અને તમને સાચો રસ્તો બતાવવા માટે કોઈ નથી. કારણ કે હું જે લોકોને મળી તેમાંથી બહુ ઓછા લોકો સાચા હતા. એટલે કે તેઓ જે હતા તે નહોતા.'

બહુ ઓછા લોકો છે જે તમને પ્રગતિ કરતા જોવા માંગે છે

બહુ ઓછા લોકો છે જે તમને પ્રગતિ કરતા જોવા માંગે છે

ઈશાએ કહ્યુ કે અત્યારે મારી પાસે જે એજન્ટ છે તે મારા બેસ્ટ ફ્રેન્ડ્સમાંનો એક છે. પરંતુ તે એટલા માટે છે કે હું તેમના પર વિશ્વાસ કરી શકુ છુ. એવા બહુ ઓછા લોકો હોય છે જેઓ તમારી પ્રગતિ જોવા માંગતા હોય અને તમને એ જ રીતે માર્ગદર્શન આપવા માંગતા હોય.

તમે ફ્લૉપ આપો તો પણ...

તમે ફ્લૉપ આપો તો પણ...

ઈશાએ કહ્યુ કે કાશ હું સ્ટાર કિડ હોત, ઈન્ડસ્ટ્રીમાં કોઈના ઘરે જન્મી હોત અને ઈન્ડસ્ટ્રીના વાતાવરણમાં ઉછરી હોત કારણ કે તેનાથી મારી સફર સરળ બની હોત. મારે આ બધાનો સામનો કરવાની જરૂર ના પડત. ઈશાએ કહ્યુ કે જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાંથી હોવ ત્યારે તમે ખરાબ હોઈ શકો છો, તમે ફ્લૉપ આપી શકો છો, આ કોઈ મોટી વાત નહિ હોય કારણ કે આમ હોવા છતાં તમારી પાસે બીજી ફિલ્મ હશે.

જ્યારે મારી પહેલી ફિલ્મ ફ્લૉપ ગઈ ત્યારે...

જ્યારે મારી પહેલી ફિલ્મ ફ્લૉપ ગઈ ત્યારે...

ઈશાએ કહ્યુ કે મને યાદ છે જ્યારે મારી પહેલી ફિલ્મ ફ્લૉપ થઈ ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. હું મારી જાતને જવાબદાર ગણવા લાગી હતી. મેં વિચાર્યુ કે બધુ સમાપ્ત થઈ ગયુ છે અને મારી પાસે હવે કામ નહિ હોય. પણ પછી ઘણા સમય પછી મેં મારી જાતને સંભાળી. હું કામ કરતી રહી અને ત્યારે તમને ખબર પડે છે કે આ જ જીવન છે.

English summary
I wish I was a star kid ... Esha Gupta, who gave a bold scene in 'Ashram 3' got angry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X