ઝંજીરનું પ્રમોશન : નાના પડદે વહુ બનવા માંગે છે પ્રિયંકા

મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ પોતાની આવનાર ફિલ્મ ઝંજીરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના હીરો રામ ચરણ તેજા સાથે પ્રિયંકા ચોપરા હાલ નાના પડદા ઉપર વિવિધ શો તેમજ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આ દરમિયાન પ્રિયંકાએ ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ એક દિવસ નાના પડદે વહુનો રોલ કરશે.

અમિતાભ બચ્ચન અભિનીત ઝંજીરની રીમેકમાં પ્રિયંકા ચોપરા તથા રામ ચરણ તેજા લીડ રોલમાં છે, તો સંજય દત્ત પ્રાણનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે. પ્રિયંકા અને રામ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અત્યાર સુધી ઇન્ડિયન આઇડોલ જૂનિયર, બડે અચ્છે લગતે હૈં અને કૉમેડી વિથ કપિલ જેવા ટેલીવિઝન શોમાં દસ્તક આપી ચુક્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ ઝંજીર ફિલ્મનું પ્રમોશન અને જાણીએ શું કહે છે પ્રિયંકા ચોપરા :

વહુનો રોલ કરવો ગમશે

વહુનો રોલ કરવો ગમશે

31 વર્ષીય પ્રિયંકા ચોપરાએ બડે અચ્છે લગતે હૈં શોમાં જણાવ્યું - હું ટીવી ઉપર વહુની ભૂમિકા ભજવવાનું પસંદ કરીશ. ટીવીની વહુઓની ખાસ વાત એ છે કે જ્યારે તેઓ સુવા જાય છે, ત્યારે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને જ્યારે જાગે છે, ત્યારે પણ સુંદર દેખાય છે.

આવી વહુ કોને ન ગમે?

આવી વહુ કોને ન ગમે?

પ્રિયંકાએ જણાવ્યું - ટીવીની વહુઓ કાયમ ઘરેણાઓથી લદાયેલી રહે છે, તો હું તે પ્રકારની વહુનો રોલ કેમ ન કરવા માંગું?

ટીવી નથી જોતી

ટીવી નથી જોતી

પ્રિયંકાએ જણાવ્યું - જોકે હું ટીવી શ્રેણીઓ નથી જોતી, પણ પોતાના માતા અને દાદીના પગલે તેમને સીરિયલો અંગે સમ્પૂર્ણ માહિતી મળતી રહે છે.

ઘરના લોકો ઘેલા

ઘરના લોકો ઘેલા

પ્રિયંકાએ કહ્યું - મારા ઘરે સીરિયલોના ઘણા ફૅન્સ છે. મારા દાદી, મારા માતા અને દરેક સભ્ય સાથી બેસી સીરિયલો જુએ છે. રાત્રે ખાવાનું પણ મુશ્કેલ થઈ જાય છે.

શુક્રવારે રિલીઝ

શુક્રવારે રિલીઝ

અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ઝંજીર ફિલ્મ આ શુક્રવારે રૂપેરી પડદે આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X