આઈડીએસમાં સંવેદનશીલતા અને પ્રતિભા પણ જોવાશે

મુંબઈ, 24 એપ્રિલ : શનિવારથી શરૂ થતા ટેલીવિઝન રિયલિટી શો ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર એટલે કે આઈડીએસના નિર્ણાયકો આ વખતે પ્રતિસ્પર્ધીઓની રજુઆતોમાં મનોરંજનની સાથે-સાથે તે બાબત ઉપર પણ ગોર કરશે કે પ્રતિસ્પર્ધીઓ કેટલાં સંવેદનશીલ તેમજ પ્રતિભાવાન છે.

ids

આઈડીએસના નિર્ણાયકોમાં શામેલ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રીતેશ દેશમુખ કહે છે કે મનોરંજન સૌથી મહત્વનું છે, જ્યારે બીજા નિર્ણાયકો કોરિયોગ્રાફર ગીતા કપૂર તેમજ એશ્લે લોબો સંવેદનશીલતા તથા પ્રતિભા ઉપર ખાસ ભાર મૂકે છે. બે મહીના સુધી 18 શહેરોમાં યોજાયેલ પ્રતિસ્પર્ધાઓની પસંદગી પ્રક્રિયામાં 70 હજાર પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો કે જેમાં 70ની કાર્યક્રમાન આગામી તબક્કા માટે પસંદગી કરાઈ છે.

સ્ટાર પ્લસ ટેલીવિઝન ચૅનલે મંગળવારે કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં જાહેરાત કરી કે પસંદગી પામેલા 70માંથી 24 પ્રતિસ્પર્ધીઓને આગામી તબક્કા માટે પસંદ કરવામાં આવશે કે જેમાંથી 12 પ્રતિસ્પર્ધી વિજેતા શોના વિજેતાઓની સ્પર્ધામાં શામેલ થઈ શકશે.

આઈડીએસ સાથે નાના પડદે એન્ટ્રી કરતાં રીતેશ દેશમુખે જણાવ્યું - હું એક નિર્ણાયક તરીકે મનોરંજનને વધુ મહત્વ આપીશ. જો રજુઆત મનોરંજક હોય, તો મારા તરફથી હા હશે. ગીતા કપૂર અને એશ્લે લોબોએ સંવેદનશીલતા તેમજ પ્રતિભા ઉપર વધુ ભાર મૂક્યો. ગીતા કપૂરે જણાવ્યું - અમે એવી રજુઆતોને મહત્વ આપીશું કે જે સંવેદનશીલ અને આપના હૃદયને સ્પર્શી જાય. એમ તો આ એક પ્રતિભા શોધ કાર્યક્રમ છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે થોડોક લાગણીશીલ પુટ પણ તેમાં જોડાય.

પ્રથમ વાર રિયલિટી શોના નિર્ણાયક બનનાર લોબોનું કહેવું છે - મેં આ કાર્યક્રમનો નિર્ણાયક બનવા એટલા માટે નક્કી કર્યું, કારણ કે મને લાગ્યું કે આ એક બહેતર મંચ છે અને મારા માટે આ જ યોગ્ય સમય છે. ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટારના સહ-પ્રાયોજક બીબીસી વર્લ્ડવાઇડ તેમજ ટ્રૉમ્પ ડીઓઇલ પ્રોડક્શન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X