Pics : ફાઇંડિંગ ફૅની ફર્નાન્ડીસથી શરૂ થશે દીપિકાનું નવું વર્ષ!

મુંબઈ, 28 નવેમ્બર : વર્ષ 2013માં સતત ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેનું નવુ વર્ષ ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીસ સાથે શરૂ થશે. દીપિકા હાલ આરામના મૂડમાં નથી અને વધુ અલગ-અલગ ભૂમિકાઓ કરવા આતુર છે. દીપિકા પાદુકોણેનુ આ વર્ષ એટલે કે 2013 રેસ 2ની સફળતા સાથે થયુ હતું અને યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ તથા રામલીલાની સફળતા સાથે પૂર્ણ થઈ રહ્યું છે. ચારેય ફિલ્મો સો કરોડ ક્લબમાં સમાવિષ્ટ રહી છે.

ભૂતપૂર્વ બૅડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણેના પુત્રી દીપિકા પાદુકોણેની નવા વર્ષે એટલે કે 2014માં પહેલી ફિલ્મ આવશે ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીસ કે જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. સૈફ અલી ખાનના ઇલ્યુમિનેટી ફિલ્મ્સ બૅનર હેઠળ નિર્મિત હોમી અડજાણિયાની આ અંગ્રેજી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા યોજાયેલી પાર્ટીમાં દીપિકા પાદુકોણે તથા હોમી અડજાણિયા તેમજ રણવીર સિંહ ઉપરાંત ફિલ્મના અન્ય કલાકારો અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ તેમજ પંકજ કપૂર હાજર રહ્યા હતાં.

ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીસ ફિલ્મની કમ્પ્લીશન પાર્ટીની તસવીરો જોઇએ અને જાણીએ દીપિકાએ વધુમાં શું કહ્યું :

નંબર વન અભિનેત્રી

નંબર વન અભિનેત્રી

દીપિકા પાદુકોણે વર્ષ 2013માં રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી સતત ચાર હિટ ફિલ્મો આપી બૉલીવુડના નંબર વન અભિનેત્રી બની ગયાં છે.

ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીસ

ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીસ

દીપિકાની આગામી વર્ષે પ્રથમ ફિલ્મ ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીસ રિલીઝ થશે કે જેમાં તેમના હીરો અર્જુન કપૂર છે.

સો ટકા આપુ છું

સો ટકા આપુ છું

દીપિકાએ જમાવ્યું - હું હંમેશા માનુ છું કે દરેકની કામની પોતાની રીત હોય છે. હું કામમાં એક જ વસ્તુ કરી શકું કે હું પોતાની યોગ્યતા મુજબ સર્વશ્રેષ્ઠ, પ્રામાણિકતા તેમજ હૃદયપૂર્વક કામ કરું અને જાણી લઉં કે હું પોતાના તરફથી સો ટકા આપી રહી છું.

ચોક્કસ પરિણામ મળે

ચોક્કસ પરિણામ મળે

તેમણે જણાવ્યું - જો કોઈ કામમાં સો ટકા આપવામાં આવે, તો ચોક્કસ પરિણામ આવશે.

પ્રતિબદ્ધતામાં ફેર નહી

પ્રતિબદ્ધતામાં ફેર નહી

દીપિકાએ જણાવ્યું - એ બાબતનું કોઈ મહત્વ નથી કે મેં ચેન્નઈ એક્સપ્રેસમાં કામ કર્યું છે, તો હું ઓછી કે વધુ પ્રતિબદ્ધ છું. દરેક ફિલ્મ માટે મારો ઉત્સાહ સરખો રહેશે.

જુદો રોલ

જુદો રોલ

દરેક ફિલ્મમાં જુદા પ્રકારના રોલ અંગે દીપિકા કહે છે - મારી બાબતમાં ફિલ્મો વ્યાવસાયિક રીતે સારૂં કરી રહી છે. લોકો મારી દરેક ફિલ્મમાં મારો જુદા પ્રકારનો રોલ જોઈ રહ્યાં છે.

નિષ્ફળતાનો સ્વાદ

નિષ્ફળતાનો સ્વાદ

જોકે દીપિકા નિષ્ફળતાનો કાળ ભૂલ્યાં નથી. તેમણે જણાવ્યું - થોડુક પાછુ વળીને જોઇએ તો જણાશે કે 2009 અને 2011 વચ્ચે આવેલી મારી ફિલ્મો ખેલેં હમ જી જાન સે, બ્રેક કે બાદ તથા કાર્તિક કૉલિંગ કાર્તિક વ્યાવસાયિક રીતે સફળ નહોતી નિવડી.

ખુશ છે દીપિકા

ખુશ છે દીપિકા

દીપિકાએ જણાવ્યું - હું ખુશ છું કે મને એક જ પ્રકારની ભૂમિકામાં નહીં બાંધી રખાઈ.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

દીપિકા પાદુકોણેની આગામી વર્ષની મહત્વાકાંક્ષી ફિલ્મ છે હૅપ્પી ન્યુ ઈયર કે જે ફરાહ ખાન બનાવી રહ્યાં છે.

શાહરુખ સાથે

શાહરુખ સાથે

દીપિકા ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ બાદ ત્રીજી વખત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ સાથે જોડી બનાવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X