For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIFA 2017 સંપૂર્ણ વિનર્સ લિસ્ટ! 'દંગલ'ને ન મળ્યો એવોર્ડ, કેમ?

આઇફા એવોર્ડ્સ 2017નું વિનર્સ લિસ્ટ વાંચો અહીં. સાથે જાણો શા માટે 'દંગલ'ને એક પણ એવોર્ડ ન મળ્યો?

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇફા એવોર્ડ્સ બોલિવૂડના સૌથી વધુ મહત્વપૂર્ણ અને વિશેષ એવોર્ડ્સ મનાય છે. આ વર્ષના આઇફા એવોર્ડમાં સલમાન ખાન અને કેટરિના કૈફે પરફોર્મ કર્યું હતું. જો કે, સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' આ એવોર્ડ ફંક્શનની વિનર્સ લિસ્ટમાં ક્યાંક ખોવાઇ ગઇ હતી, જ્યારે કે સૌને આશા હતી કે આ ફિલ્મને સૌથી વધુ એવોર્ડ્સ મળશે. જો કે, એવું થયું નથી. આમિર ખાનની 'દંગલ'ના પણ કંઇક એવા જ હાલ થયા છે. જો કે, વિનર્સ લિસ્ટમાંથી 'દંગલ' ગાયબ હોવાનું કારણ કંઇક બીજું જ છે. આ વર્ષનું આઇફા એવોર્ડ્સનું વિનર્સ લિસ્ટ જુઓ અહીં.

દંગલ

દંગલ

વર્ષ 2016ની આ સૌથી હિટ ફિલ્મ આઇફા એવોર્ડસમાં ક્યાંય જોવા ન મળી એનું કારણ છે કે, આમિર ખાન કે 'દંગલ' ટીમના કોઇ મેમ્બરની ઇચ્છા નહોતી કે તમને એવોર્ડ મળે. આઇફાનો નિયમ છે કે, ફિલ્મ નોમિનેશન પહેલાં ફિલ્મોના પ્રોડક્શન હાઉસે એક નોમિનેશન ફોર્મ ભરીને મોકલવાનું હોય છે અને 'દંગલ'ની ટીમ તરફથી આ ફોર્મ ભરવામાં આવ્યું નથી. આ વાતની જાણકારી આઇફા એવોર્ડ પ્રોડ્યૂસર એંડ્રી ટિમિન્સે જાતે આપી છે.

બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ

બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ

ફિલ્મ 'ઉડતા પંજાબ' માટે શાહિદ કપૂર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં બંન્નેની એક્ટિંગ ખરેખર સુંદર હતી. શાહિદ કપૂરને આ એવોર્ડ કેટરિના કૈફના હાથે મળ્યો હતો, તો આલિયાને તેના બેસ્ટ ફ્રેન્ડ વરુણ ધવનના હસ્તે એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી

બેસ્ટ ફિલ્મનો એવોર્ડ સોનમ કપૂરની 'નીરજા'ને મળ્યો હતો, આ વર્ષે 'નીરજા' ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ ફિલ્મ 'પિંક' માટે અનિરુદ્ધ ચૌધરીને આપવામાં આવ્યો હતો. બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' માટે શકુન બત્રાને મળ્યો હતો.

બેસ્ટ ડેબ્યૂ

બેસ્ટ ડેબ્યૂ

બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ દિશા પટાણીને મળ્યો હતો. દિશા પટાણીએ ફિલ્મ 'એમએસ ધોની' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ 'ઉડતા પંજાબ' માટે દિલજીત દોસાંજને બેસ્ટ ડેબ્યૂ મેલનો એવોર્ડ એનાયત થયો હતો.

સંગીત

સંગીત

'ઉડતા પંજાબ'ના ગીત 'ડા ડા ડસ્સે' માટે કનિકા કપૂરને બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલનો એવોર્ડ મળ્યો હતો. અમિત મિશ્રાને 'બુલેયા' સોંગ માટે બેસ્ટ સિંગર મેલનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માટે પ્રીતમને બેસ્ટ મ્યૂઝિક અને આ ફિલ્મના ગીત 'ચન્ના મેરેયા' માટે અમિતાભ ભટ્ટાચાર્યને બેસ્ટ લિરિક્સનો એવોર્ડ મળ્યો હતો.

વુમન ઓફ ધ યર

વુમન ઓફ ધ યર

તાપસી પન્નુને ફિલ્મ 'પિંક' માટે વુમન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો હતો. આલિયા ભટ્ટને 'સ્ટાયલ આઇકોન ઓફ ધ યર'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બેસ્ટ વિલન, બેસ્ટ એક્ટર કોમેડી

બેસ્ટ વિલન, બેસ્ટ એક્ટર કોમેડી

ફિલ્મ 'નીરજા'માં આતંકવાદીની ભૂમિકા ભજવનાર જિમ સાર્ભને બેસ્ટ એક્ટર ઇન અ નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો. વરુણ ધવનને ફિલ્મ 'ઢિશૂમ' માટે બેસ્ટ એક્ટર કોમેડીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એ.આર.રહેમાન

એ.આર.રહેમાન

એ.આર.રહેમાન માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સમગ્ર ભારતના સંગીત જગતના શ્રેષ્ઠ ગાયક છે. તેમને બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરવા બદલ ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સપોર્ટિંગ એક્ટર એવોર્ડ

સપોર્ટિંગ એક્ટર એવોર્ડ

'એમએસ ધોની' ફિલ્મ માટે અનુપમ ખેરને બેસ્ટ સપોર્ટિંગ રોલ-મેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેમણે ધોનીના પિતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 'નીરજા'માં સોનમ કપૂરની માતાનો રોલ ભજવનાર શબાના આઝમીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-ફીમેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

English summary
IIfa Awards 2017: Check out the winner's list and read why Dangal did not win single award in IIFA 2017?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X