ઇમરાનને બાળપણ યાદ કરાવતી ‘ગોરી તેરે પ્યાર મેં’
બેંગલુરૂ, 9 માર્ચ : ઇમરાન ખાનની આગામી ફિલ્મ આવી રહી છે ગોરી તેરે પ્યાર મેં. આ ફિલ્મનું શૂટિંગ બેંગલુરૂ ખાતે થઈ રહ્યું છે. ઇમરાન ખાનને આ શહેર સાથે ખાસ લાગણી છે. ઇમરાનનું કહેવું છે - મેં પોતાનું બાળપણ બેંગલુરૂમાં વિતાવ્યું છે અને આ શહેર સાથે જોડાયેલી અનેક સારી યાદો મારા હૃદયમાં છે.

ઇમરાનનું કહેવું છે - જ્યારે મને ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ અંગે જાણવા મળ્યું કે ફિલ્મનું શૂટિંગ બેંગલુરૂ ખાતે કરવાની છે, તો હું ખૂબ ખુશ થયો. આ શહેર મારા માટે ખૂબ ખાસ છે. ફિલ્મ અંગે ઇમરાન ખાને જણાવ્યું - આ એક રોમાન્ટિક ફિલ્મ છે કે જે આ જ વર્ષે રિલીઝ થશે. ફિલ્મમાં કરીના કપૂર, શ્રદ્ધા કપૂર તથા સાઈનાથ દુક્કીપતિ પણ છે.
નોંધનીય છે કે આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાનની છેલ્લી ફિલ્મ હતી મટરૂ કી બિજલી કા મંડોલા કે જે ખાસ સફળ થઈ નહોતી. ઇમરાને પોતાના કૅરિયરની શરુઆત કાકા આમિર ખાના પ્રોડક્શન હેઠળ નિર્મિત જાને તૂ યા જાને ના ફિલ્મ દ્વારા કરી હતી. પ્રથમ ફિલ્મમાં જ તેમને સારી એવી સફળતા મળી હતી.












Click it and Unblock the Notifications
