Pics : ઇમરાન-દીપિકા લક્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર
મુંબઈ, 30 નવેમ્બર : બૉલીવુડના નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે હવે લક્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે. તેઓ પહેલી વાર નાના પડદે અભિનેતા ઇમરાન ખાન સાથે લક્સની નવી ટેલીવિઝન જાહેરખબરમાં નજરે પડવાનાં છે. આ જાહેરખબરનું પ્રસારણ આવતીકાલથી શરૂ થશે.
મળતી માહિતી મુજબ લક્સની આ નવી જાહેરખબરનું શૂટિંગ સપ્ટેમ્બરમાં બૅંકૉક ખાતે કરવામાં આવી. શૂટિંગ દરમિયાન ઇમરાન ખાન અને દીપિકા પાદુકોણે વચ્ચે બહુ મૈત્રીપૂર્ણ સંબંધો જોવામાં આવ્યાં. આ જાહેરખબરનું દિગ્દર્શન સ્વિસ ફિલ્મમેકર ઇવો વીગાર્ડે કર્યું છે અને તેમાં દીપિકા તથા ઇમરાન ખાન સુપરહિટ ગીત રૂપ તેરા મસ્તાના... ઉપર ઝૂમતા નજરે પડશે કે જેને ગીતકાર-સંગીતકાર મિકી મૅકક્લેરીએ રિમિક્સ કર્યું છે.
નોંધનીય છે કે દીપિકા પાદુકોણે આ વર્ષના બેસ્ટ અભિનેત્રી રહ્યાં છે. રેસ 2થી શરૂ કરી યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેના સિતારા હાલ બુલંદીએ છે, તો તાજેતરમાં જ ગોરી તેરે પ્યાર મેં દેખાનાર ઇમરાન ખાન પણ બૉલીવુડના વ્યસ્ત અભિનેતા ગણાય છે.
ચાલો લક્સની નવી જોડી દીપિકા-ઇમરાનની તસવીરી ઝલક બતાવીએ :

ઇમરાન-દીપિકા બ્રાન્ડ એમ્બેસેડર
ઇમરાન ખાન અને દીપિકા પાદુકોણે બન્યા છે લક્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર.

બૅંકૉકમાં શૂટિંગ
લક્સની આ નવી જાહેરખબરનું શૂટિંગ બૅંકૉકમાં થયું છે.

રૂપ તેરા....
આ જાહેરખબર 1લી ડિસેમ્બરથી પ્રસારિત થવાની છે કે જેમાં ઇમરાન દીપિકા માટે ગીત ગાય છે : રૂપ તેરા મસ્તાના... ચાલો આગળ જુઓ અત્યાર સુધી કોણ-કોણ બન્યા છે લક્સના ચહેરા.

વાણી કપૂર
આ અગાઉ શુદ્ધ દેસી રોમાંસ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વાણી કપૂર લક્સનો નવો ચહેરો બન્યા હતાં. તેમણે લક્સ બૉડી વૉશ રેંજની જાહેરખબર કરી હતી.

સોનમ-ધનુષ
રાંઝણાની જોડી સોનમ કપૂર અને ધનુષ લક્સના નવા ચહેરા તરીકે સામે આવ્યા હતાં. રાંઝણા ફિલ્મ હિટ થતાં લક્સે આ બંનેને પોતાની જાહેરખબરમાં લીધા હતાં.

અભિષેક-ઐશ
બૉલીવુડના મોસ્ટ સેક્સી કપલ અભિષેક-ઐશ્વર્યાએ પણ લક્સ સોપની અનેક જાહેરખબરો કરી છે કે જે હિટ રહી છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન બૉલીવુડના પ્રથમ અભિનેતા હતાં કે જેઓ લક્સ સાબુની એડમાં દેખાયા હતાં. શાહરુખ અગાઉ આ જાહેરખબર અભિનેત્રીઓ જ કરતી હતી. શાહરુખ બાદ અભિષેકની એન્ટ્રી થઈ હતી.

ભવ્ય ઇતિહાસ
મધુબાલા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી દીક્ષિત, કરીના કપૂર, કૅટરીના કૈફ જેવી લીડ એક્ટ્રેસોએ લક્સની જાહેરખબર કરી છે.

ફિલ્મી સ્ટાર્સનો ભરોસો
લક્સ છેલ્લા ચાલીસ વર્ષોથી લોકોની પસંદ બની રહ્યો છે કે જેની પાછળનું કારણ છે કે તેવા ફિલ્મી સ્ટાર્સ દ્વારા તેની જાહેરખબર કરવી કે જેમને દુનિયા પલકોએ બેસાડે છે.












Click it and Unblock the Notifications
