પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદમાં દેખાશે ઇમરાન
મુંબઈ, 9 જુલાઈ : બૉલીવુડ અભિનેતા ઇમરાન ખાન પોતાની આવનાર ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાના પ્રમોશન માટે તાજેતરમાં જ ટેલીવિઝન સીરિયલ પુનર્વિવાહનો ભાગ બન્યાં. તેમનું માનવું છે કે ટેલીવિઝન દર્શકો સુધી પહોંચવા માટેનું સીધું અને સરળ માધ્યમ છે.

ત્રીસ વર્ષીય ઇમરાન ખાન વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા એટલે કે ઓયૂટીઆઈએમડી ફિલ્મમાં અક્ષય કુમાર તથા સોનાક્ષી સિન્હા સાથે કામ કરી રહ્યાં છે. ઇમરાને જણાવ્યું - આપણા દેશમાં એક મોટો વર્ગ ટીવી દર્શકોનો છે. આપ કોઈ પણ વસ્તુનો પ્રચાર કરવા માંતા હોવ, ફિલ્મ કે કોઈ પ્રોડક્ટ, આપે ટીવી દર્શકો સુધી પહોંચ બનાવવી પડશે. આ સૌથી શ્રેષ્ઠ, સરળ અને સીધો રસ્તો છે.
તેમણે જણાવ્યું - હું આમિર ખાન કે જેઓ મારા મામા છે, તેમની જેમ જ ટેલીવિઝનના નાના પડદે કામ કરવા તૈયાર છું. શરત એટલી જ છે કે કોઈ મનોરંજક અને રસપ્રદ કાર્યક્રમની ઑફર મળે. તેમણે જણાવ્યું - અત્યાર સુધી મને કોઈ રોમાંચક અને મનપસંદ ઑફર મળી નથી, પરંતુ જ્યારે પણ મળશે, હું ખુશીખુશી ટેલીવિઝન ઉપર કામ કરવા માંગીશ.












Click it and Unblock the Notifications
