ગાયક મીકા સિંહની ધરપકડ, 12 હજાર ડૉલર જપ્ત

મળતી માહિતી મુજબ મીકા પરફૉર્મન્સ અર્થે 2 દિવસ માટે બૅંગકૉક ગયા હતાં. ગઈકાલે તેઓ પરત સ્વદેશ ફર્યાં. સાંજે લગભગ 7 વાગ્યે તેઓ જેટ ઍરવેઝની ફ્લાઇટથી મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યાં કે જ્યાં તલાશી બાદ પૂછપરછ માટે મીકાને કસ્ટડીમાં લઈ લેવાયાં. મીકા પાસેથી લગભગ 3 લાખ રુપિયા અને 12 હજાર અમેરિકી ડૉલર મળી આવ્યાં.
નોંધનીય છે કે કસ્ટમ એક્ટ મુજબ 5 હજાર અમેરિકી ડૉલર અને સાડા સાત હજાર રુપિયાથી વધુ રકમ સાથે રાખી કોઈ પણ યાત્રા નથી કરી શકાતી. કસ્ટમ એક્ટની કલમ 104 હેઠળ મીકાની ધરપકડ કરાઈ છે, પરંતુ આ એક્ટમાં જમાનત તરત જ મળી જાય છે. હાલ મીકાની મુંબઈ ઍરપોર્ટ ઉપર પૂછપરછ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
