'ફાઇંડિંગ ફેની'ની દરેક વાત નિરાળી, જોઇને ખુશ થઇ જશો: અર્જુન કપૂર

ઘણીગાંઠી ફિલ્મો દ્વારા લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર અભિનેતા અર્જુન કપૂર આ દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ 'ફાઇંડિંગ ફેની'ને લઇને ખૂબ જ ચર્ચિત છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લોન્ચ થયું છે અને તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આ ફિલ્મ અંગે અર્જુન કપૂરે જણાવ્યું કે "પહેલા શરૂઆતમાં હું ફિલ્મને લઇને ખૂબ જ ભયભીત હતો, પરંતુ જેમ જેમ ફિલ્મ બનતી ગઇ તેમ તેમ મને એવું લાગવા લાગ્યું કે એક અંગ્રેજી ફિલ્મ કરવાનો નિર્ણય કરીને મેં બહાદુરીનું કામ કર્યું છે. જે એક બિનપારંપરિક ફિલ્મ છે.''

અત્રે નોંધનીય છે કે 'ફાઇંડિંગ ફેની' એક બિનપારંપરિક બોલીવુડ ફિલ્મ છે, જે અંગ્રેજી ભાષામાં બનાવવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર કોકટેલના હોમી અડાજાનીયા છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, પંકજ કપૂર, ડિંપલ કપાડિયા અને નસિરુદ્દીન શાહે લીડ રોલ કર્યો છે.

અર્જુને જણાવ્યું કે આ પ્રકારની ફિલ્મ કરવી ખરેખર બહાદુરીવાળું કામ છે. જોકે તેઓ વ્યક્તિગત રીતે આ ફિલ્મને બિનપારંપરિક ફિલ્મ નથી માનતા. તેમણે જણાવ્યું "મારા માટે આ ફિલ્મ છે, જે આપણા દેશવાસીઓ હવે જોવા માટે તૈયાર છે. સાચી વાત તો એ છે કે તેના ટ્રેલરને જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. તેનાથી માલૂમ પડે છે કે લોકો આ પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. દાવાની સાથે કહી શકું છું કે આપ લોકો 'ફાઇંડિંગ ફેની'ને જોઇને ખૂબ જ ખુશ થઇ જશો."

'ફાઇંડિંગ ફેની'માં બીજું ઘણું બધું છે જેના પર પ્રકાશ પાડતા અર્જુને મીડિયાને જણાવ્યું....

'ફાઇંડિંગ ફેની'નું ટ્રેલર હિટ

'ફાઇંડિંગ ફેની'નું ટ્રેલર હિટ

'ફાઇંડિંગ ફેની'ના ટ્રેલરને યૂટ્યૂબ પર બે દિવસની અંદર 20 લાખ હિટ મળી છે. ફિલ્મમાં અર્જુન અને દીપિકાની હૉટ કેમેસ્ટ્રી જોવા મળશે.

સેવિયો ડીગામાની ભૂમિકા

સેવિયો ડીગામાની ભૂમિકા

અર્જુન કહે છે કે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું જ્યારે 'બીઇંહ સાઇરસ' અને 'કોકટેલ' જેવી ફિલ્મ બનાવનાર અડાજાનિયાએ પોતાની ફિલ્મ 'ફાઇંડિંગ ફેની'માં સેવિયો ડીગામાની ભૂમિકા માટે તેમની પસંદગી કરી.

તીન ટૈટૂ

તીન ટૈટૂ

અર્જુને જણાવ્યુ 'ફાઇંડિંગ ફેની'માં મારી બોડીમાં આપને ત્રણ ટેટૂ જોવા મળશે. એક વીડિયો ફિલ્મ પણ અમે અપલોડ કરી છે. હોમીએ ટ્વિટર પર જે ટેટૂનું ચિત્ર શેર કર્યું છે તે મારા ગળાની નીચે ચિતરેલું છે.

ફ્રેંચ શૈલીની દાઢી

ફ્રેંચ શૈલીની દાઢી

'ફાઇંડિંગ ફેની'માં અર્જુન ગોવાના એક યુવકની ભૂમિકા નિભાવી રહ્યા છે, જેનું નામ સૈવિયો ડીગામા છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે તેમણે એક ફ્રેંચી દાઢી પણ રાખી છે. એક તરફ જ્યાં અર્જુન ખુલીને પોતાના ટેટુઓ અંગે બતાવી રહ્યા હતા, જ્યારે બીજી બાજું તેમણે જણાવ્યું કે ફિલ્મ અંગે વાતચીત કરવાની અત્યારે મનાઇ છે.

12 સપ્ટેમ્બરના રોજ રિલીઝ

12 સપ્ટેમ્બરના રોજ રિલીઝ

ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા પ્રસ્તુત 'ફાઇંડિંગ ફેની'ના પ્રસ્તુતકર્તા મેડોક ફિલ્મ્સ છે. ફિલ્મ 12 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શિત થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X