Birthday Special : 100માંથી 99 લોકોથી નફરત કરે છે કાજોલ : જાણો 10 Interesting Facts

મુંબઈ, 5 ઑગસ્ટ : બોલ્ડ, બ્યુટીફુલ તથા બ્રાઉન આઇડ બ્યૂટી એટલે કાજોલ આજે 40 વર્ષના થઈ ગયાં છે. તેમના અભિનય દ્વારા સમગ્ર બૉલીવુડમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર કાજોલ બૉલીવુડ અભિનેત્રી તનુજા તથા ફિલ્મ દિગ્દર્શક શોમૂ મુખર્જીના પુત્રી છે અને સિંઘમ અજય દેવગણના પત્ની છે. તેઓ યુગ તથા ન્યાસા જેવા બે સુંદર બાળકોના માતા પણ છે. કાજોલે 1992માં બેખુદી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ તેમની પ્રથમ હિટ ફિલ્મ 1993માં આવેલી બાઝીગર હતી કે જેમાં તેમની સાથે શાહરુખ ખાન હતાં. પછી તો નેવુના દાયકામાં શાહરુખ-કાજોલ એક હિટ જોડી તરીકે સ્થાપિત થઈ ગઈ.

કાજોલના આજના જન્મ દિવસે અમે આપની માટે લઈને આવ્યા છે તેમના વિશે કેટલાક એવા રસપ્રદ તથ્યો કે જેના વિશે આપે ક્યારેય નહીં સાંભળ્યું હોય. કાજોલ દરેક વ્યક્તિ સાથે નિકટતા સેવી શકતાં. તાજેતરમાં જ બે બાળકોની સુંદર માતા કાજોલે કરણ જૌહરના ટેલીવિઝન શો કૉફી વિથ કરણમાં ખુલાસો કર્યો કે તેઓ 100માંથી 99 લોકોથી નફરત કરે છે. એટલે કે સોમાંથી માંડ એક વ્યક્તિ કાજોલને ગમે છે. આમ જોવા જઇએ, તો અજય દેવગણ ખુશનસીબ છે કે જે સોમાંથી તે એક વ્યક્તિ સાબિત થયાં અને કાજોલને ગમ્યાં.

ચાલો તસવીરો સાથે બતાવીએ કાજોલ વિશે 10 Intersting Facts :

સ્ટાર્સ સંતાન

સ્ટાર્સ સંતાન

કાજોલ અભિનેત્રી તનુજા અને ફિલ્મ દિગ્દર્શક શોમૂ મુખર્જીના દીકરી છે. તેઓ અભિનેત્રી નૂતનના ભત્રીજી છે. મોહનીશ બહલ, રાણી મુખર્જી અને અયાન મુખર્જી કાજોલના પિતરાઈ ભાઈ-બહેન છે.

લોહીમાં એક્ટિંગ

લોહીમાં એક્ટિંગ

કાજોલ શોભા સમર્થના પૌત્રી છે અને રતન બાઈના પરપૌત્રી છે.

અજયના પત્ની

અજયના પત્ની

કાજોલ કુશળ અભિનેતા અજય દેવગણના પત્ની છે.

કરણ સાથે ખાસ સંબંધ

કરણ સાથે ખાસ સંબંધ

કાજોલ કરણ જૌહરના ખાસ મિત્ર છે કે જેમને કરણ લકી માને છે. જો કાજોલ કરણની ફિલ્મમાં લીડ રોલમાં ન હોય, તો કમ સે કમ કૅમિયોના રોલમાં તો હોય જ.

સોમાંથી 99 લોકોથી નફરત

સોમાંથી 99 લોકોથી નફરત

કાજોલ દેખાવમાં ફ્રેન્ડ્લી લાગે છે, પરંતુ રીયલ લાઇફમાં તેઓ તેવા નથી. કાજોલ 100માંથી 99 લોકોને પસંદ નથી કરતી. એટલે જ, કરણ, યશ ચોપરા, શાહરુખ ખાન તેમના રીયલ ક્લોઝ ફ્રેન્ડ છે.

બિંદાસ્ત વક્તા

બિંદાસ્ત વક્તા

કાજોલ બિંદાસ્ત વક્તા છે કે જે તેમને બીજાઓ કરતા જુદા તારવે છે. તેઓ તેમના બીજા સમકાલીનોની જેમ ફેક નથી.

શાહરુખની મિત્રતા

શાહરુખની મિત્રતા

શાહરુખ ખાન અને કાજોલે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ઑનસ્ક્રીન મૅજિક ચલાવ્યો હતો. તેઓની જોડી સ્વર્ગની જોડી જેમ લાગે છે. દુર્ભાગ્યે શાહરુખ અને કાજોલે લગ્ન ન કર્યાં. તેમની કેમેસ્ટ્રી ઇમ્પ્રેસિવ અને સિઝલિંગ હૉટ હતી કે જે જોવી સૌને ગમતી હતી. બંનેના નામે લગભગ અડધો ડઝન બ્લૉબસ્ટર ફિલ્મ છે.

બૉલીવુડ લીજેન્ડ્સ

બૉલીવુડ લીજેન્ડ્સ

કાજોલ બૉલીવુડના તેવા 4 સ્ટાર્સમાં સામેલ છે કે જેમની મિનિએચર ડૉલ લંડન ખાતે નાઇટ્સબ્રિજ સ્થિત હૅરોડ્સમાં છે. કાજોલ ઉપરાંત પ્રિયંકા ચોપરા, હૃતિક રોશન અને શાહરુખને આ સન્માન પ્રાપ્ત છે.

શિવ ભક્ત

શિવ ભક્ત

કાજોલ શિવ ભક્ત છે. તેઓ હીરા જડિત ઓમ પણ પહેરે છે.

માતૃત્વ

માતૃત્વ

કાજોલે પ્રેન્ગંસી બાદ ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધું છે. તેમના બે સંતાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X