પાન સિંહ તોમર જેવી ફિલ્મો કરવા માંગતા ઇરફાન
મુંબઈ, 24 જૂન : બહુ વખણાયેલા અભિનેતા ઇરફાન ખાને જણાવ્યું કે તેઓ પાન સિંહ તોમર જેવી વધુ ફિલ્મોમાં કામ કરવાની આશા ધરાવે છે. પાન સિંહ તોમરમાં પ્રશંસનીય અભિનય બદલ ઇરફાનને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યુ હતું.

ઇરફાને એક વાતચીત દરમિયાન જણાવ્યું - મારા જીવનમાં પરિવર્તન કરનારી થોડીક જ મોટી તકો આવી છે અને પાન સિંહ તોમર તેમાંની એક છે. આ ખૂબ જ જુદી રીતે નિર્મિત ફિલ્મ હતી અને જે રીતે બનાવવામાં આવી થે, તે ખૂબ જ સફલ રહી. હું ઇચ્છુ છું કે પાન સિંહ તોમર જેવી વધુ ફિલ્મોમાં કામ કરવાની તક મળે.
તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત પાન સિંહ તોમર ફિલ્મમાં ઇરફાન ખાન પાન સિંહ તોમરની મુખ્ય ભૂમિકામાં હતાં કે જે રાષ્ટ્રીય કક્ષાએ એથલીટ ચૅમ્પિયન હતો અને પછીથી ધાડપાડુ બની જાય છે.
નિખિલ અડવાણી દિગ્દર્શિત ડી ડે ફિલ્મમાં ખાસ ભૂમિકામાં દેખાનાર ઇરફાન ખાન કહે છે - ફિલ્મ જગતમાં દિગ્દર્શક તરીકે કામ કરવું ખૂબ જ સારો અનુભવ છે, પરંતુ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવવાનું તેમનું કોઈ આયોજન નથી.












Click it and Unblock the Notifications
