શું સતિશ કૌશિકના મોતથી દાઉદ ઇબ્રાહિમનુ છે કનેક્શન? વિકાસ માલુની પત્નીના પત્રએ ઉઠાવ્યા સવાલ
અભિનેતા સતીશ કૌશિકનુ નિધન થયુ હતુ. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની પત્નીએ ચિઠ્ઠી લખી દાવો કર્યો છે કે તેના પતિ સાથે દાઉદ ઈબ્રાહિમનો પુત્ર અનસ પાર્ટીમાં હાજર હતો. હવે સતીશના મોતમાં દાઉદનુ કનેક્શન હોવાની શંકા સેવાઇ રહી છે.

પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકના નિધનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. અભિનેતાના મૃત્યુ બાદથી તેનો મિત્ર વિકાસ માલુ શંકાના દાયરામાં આવ્યો છે. સતીશ કૌશિકના મૃત્યુ બાદથી જ શંકા જાગી છે અને તેનું કારણ કુબેર ગ્રૂપના માલિક વિકાસ માલૂના ફાર્મહાઉસ પર તેની હાજરી હતી. હવે પ્રશ્ન ચિહ્નો વચ્ચે વિકાસ માલુની બીજી પત્નીએ દિલ્હી પોલીસને પત્ર લખીને પતિના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા છે.

વિકાસ માલુની પત્નીએ લખી ચિઠ્ઠી
વિકાસ માલુની પત્નીએ દિલ્હી પોલીસને પત્ર લખીને દાવો કર્યો છે કે 23 ઓગસ્ટ 2022ના રોજ તેના પતિ બિઝનેસમેન પતિ વિકાસ માલુએ દુબઈમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં સતીશ કૌશિક પણ હાજર હતા. વિકાસે જ મને કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમનો પુત્ર અનસ પણ પાર્ટીમાં હાજર હતો. દાવો કરવામાં આવ્યો છે કે આ પાર્ટીમાં આવતા પહેલા સતીશ કૌશિક વિકાસ માલુના ઘરે ગયો હતો અને 15 કરોડ રૂપિયાને લઈને દલીલ કરી હતી.

શું મોતનુ દાઉદ સાથે છે કનેક્શન?
જો કે હવે વિકાસ માલુની બીજી પત્નીના આરોપોએ મામલામાં નવો વળાંક લીધો છે. આ પત્ર બાદ દિલ્હી પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. હવે વિકાસ માલુએ પણ આ મામલે ખુલાસો કર્યો છે. કેસ પછી વિકાસ મોટાભાગે દુબઈમાં જ રહે છે. તેમના પર લાગેલા આરોપો બાદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી છે.

વિકાસ માલુએ લખી પોસ્ટ
વિકાસ માલુએ લખ્યું છે કે સતીશજી 30 વર્ષથી મારા પરિવારનો હિસ્સો છે અને દુનિયાને મારું નામ ખોટી રીતે રજૂ કરવામાં એક મિનિટ પણ નથી લાગી. હું કહેવા માંગુ છું કે મુશ્કેલી ક્યારેય કહેવાથી આવતી નથી અને ન તો તેના પર કોઈનો અંકુશ હોય છે. હુ હજુ આ આઘાતમાંથી બહાર આવ્યો નથી.

15 દિવસ પછી આવશે રિપોર્ટ
સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. હવે હાર્ટ અને બ્લડ સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ મેળવવામાં 15 દિવસનો સમય લાગશે. ત્યારે જ વસ્તુઓ સ્પષ્ટ થશે. અભિનેતાના અકાળ અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.

આઈપેડ પર ફિલ્મ જોઈ રહ્યા હતા સતીશ
રિપોર્ટ અનુસાર રાત્રે 9 વાગે ડિનર કર્યા બાદ સતીશ કૌશિક ફરવા ગયા અને પછી આરામ કરવા ગયા. બેડરૂમમાં તે પોતાના આઈપેડ પર મૂવી જોઈ રહ્યો હતો. આ પછી, રાત્રે 12 વાગ્યે તેમના મેનેજરને ફોન કર્યો અને કહ્યું કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. આ પછી તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અભિનેતાનું મોત થઈ ગયું હતું.












Click it and Unblock the Notifications
