Bollywood Latest : કરીના સગર્ભા હોવાની અટકળો
મુંબઈ, 25 નવેમ્બર : બૉલીવુડના બહૂ બેગમ કરીના કપૂર એમ તો લગ્ન બાદ પોતાના અંગત જીવન અંગે સતત ચર્ચામાં રહેતા આવ્યાં છે. ખાસ તો તેમની સામે માતા બનવા અંગેના પ્રશ્નોનો તો સતત મારો ચાલતો જ રહ્યો છે, પરંતુ બેબો દરેક વખતે એક જ વાત કહે છે કે હાલ તેઓ માતા બનવા માટે તૈયાર નથી.

ચર્ચા મુજબ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા કરીના કપૂરનું પેટ થોડુક ફુલેલુ લાગતુ હતું અને આ સાથે જ બૉલીવુડમાં કરીનાના સગર્ભા થવાની ચર્ચાઓએ જોર પકડી લીધું. હજી સુધી આ અંગે કરીના કપૂર કે સૈફ અલી ખાન તરફથી કોઈ પ્રત્યાઘાત સાંપડ્યા નથી.
આ અગાઉ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ કરીના કપૂર સગર્ભા હોવાની ચર્ચાઓ ઉડી હતી, કારણ કે ફિલ્મના એક દૃશ્યમાં કરીના કપૂર સગર્ભા અવસ્થામાં દેખાયા હતાં.












Click it and Unblock the Notifications
