PICS : જૅકલીનને મળવાના બહાના શોધે છે સલમાન...
મુંબઈ, 2 જાન્યુઆરી : દેશના મોસ્ટ એલિજિબલ બૅચલર સલમાન ખાન શું શ્રીલંકન સુંદરી જૅકલીન ફર્નાન્ડીઝ તરફ ફસકી રહ્યા છે? હા જી, વાત જાણે એમ છે કે આજકાલ સલમાન જૅકલીન સાથે વધુમાં વધુ સમય પસાર કરતા દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ સલમાને પોતાની ફિલ્મ કિકના કો-સ્ટાર જૅકલીન ફર્નાન્ડીઝને કરેલું કમિટમેંટ પૂરૂ કરી નાંખ્યું છે.
હકીકતમાં સલમાન ખાને શ્રીલંકામાં રેડી ફિલ્મના શૂટિંગ દરમિયાન એક નેત્ર તપાસ શિબિરનું આયોજન કર્યુ હતું. આ પ્રસંગે જૅકલીન પણ હાજર હતાં. તે સમયે સલમાને જૅકલીનને વાયદો કર્યો હતો કે તેઓ જ્યારે બીજી વખત શ્રીલંકા આવશે, ત્યારે ફરીથી આવી શિબિરનું આયોજન ચોક્કસ કરશે.
હવે તાજેતરમાં જ સલમાન ખાન શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ભાગ લેવા માટે જૅકલીન સાથે શ્રીલંકા ગયા અને તેમણે પોતાનું કમિટમેંટ પૂરૂ કરી નાંખ્યું.
દબંગ ખાન પોતાના આ ડાયલૉગ માટે જાણીતા છે કે એક બાર જો મૈંને કમિટમેંટ કર દી, તો ફિર મૈં અપને આપ કી ભી નહીં સુનતા. એટલે આ વખતે સલમાને રીયલ લાઇફમાં એવુ જ કર્યું.
2/4 : while shooting KICK jacqueline told me if v do another eye camp in sri lanka i should visit her restaurant also.
— Salman Khan (@BeingSalmanKhan) December 31, 2014
સલમાન ખાનનું નામ એમ પણ તેમની ફિલ્મોની કો-સ્ટાર્સ સાથે જોડાતુ રહ્યું છે. ઐશ્વર્યા રાયથી લઈ કૅટરીના કૈફ સુધીની અભિનેત્રીઓ સાથેના કથિત અફૅરના કારણે ચર્ચિત રહેનાર સલમાનનું નામ આજકાલ કિક ફિલ્મની કો-સ્ટાર જૅકલીન સાથે જોડાઈ રહ્યું છે.
સલમાન-જૅકલીન રિલેશનશિપ અંગે વાતો ઉઠવી સ્વાભાવિક પણ છે, કારણ કે કિક ફિલ્મ બાદથી સતત બંને સાથે દેખાય છે. શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બંનેએ સાથે સમય પસાર કર્યો. તેઓ એક રેસ્ટોરંટમાં પણ ગયાં.
3/4 : v did a camp this week and i kept my promise and went to jacqueline's restaurant.
— Salman Khan (@BeingSalmanKhan) December 31, 2014
આટલુ જ નહીં, સલમાન ખાને પછી ટ્વીટ કર્યું કે તેઓ આગળ પણ સમય મળતા શ્રીલંકા ચોક્કસ આવવા માંગશે. હા, કમિટમેંટ પૂર્ણ કરવું તો સારી વાત છે સલમાન ભાઈ, પણ જો કોઈ વાત હોય, તો આખુ ઇંડિયા તે જાણવાનો ઇંતેજાર કરશે.
જુઓ તસવીરી ઝલક :

સલમાન-જૅક
સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ કિક ફિલ્મ બાદ સતત સાથે દેખાય છે. તાજેતરમાં બંનેએ નવા વર્ષની ઉજવણી પણ શ્રીલંકા ખાતે કરી. ભલે ચૂંટણી પ્રચારના બહાને, પણ સલમાન જૅકલીનને મળવાના બહાના શોધતા રહે છે.

હૅંગ આઉટ
સલમાન-જૅકલીનની ફિલ્મ કિક બૉક્સ ઑફિસે સક્સેસ રહી છે અને આ સફળતાએ સલમાન-જૅકલીનના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ - થોડાક સમય અગાઉ જ સલમાને પોતાના એક મિત્રને કહ્યું કે તે તેને તેના ઘરે મૂકી દે છે. સમય હતો રાત્રિના 3 વાગ્યાનો અને તે મિત્ર કોઈ ઔર નહીં, પણ જૅકલીન ફર્નાન્ડીઝ હતાં.

જૅકની સલમાનને કિસ
કિક ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાનને કિસ કરતાં જૅકલીન.

કમ્ફર્ટેબલ
એક-બીજાની કમ્પનીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ જણાતા જૅકલીન-સલમાન.

જવાબી કિસ
જૅકલીને કરેલી કિસના બદલામાં સલમાને પણ કિકના જ પ્રમોશનલ ઇવેંટ દરમિયાન જૅકલીનને વળતી કિસ કરી હતી.

અટકળો
એવી અટકળો વહેતી થઈ હતી કે સલમાને તેની કથિત ગર્લફ્રેન્ડ જૅકલીનને લક્ઝુરિયસ કાર અને ફ્લૅટ ગિફ્ટ કર્યા છે, પરંતુ સલમાને તેનો ઇનકાર કર્યો હતો.

સેલ્ફી
આ સેલ્ફી પ્રકાશમાં આવ્યા બાદ સલમાનનું નામ જૅકલીન સાથે જોડાવા લાગ્યું કે જેમાં બંને કો-સ્ટાર્સ કરતા કંઇક વધુ લાગે છે.

ફિદા સલમાન
સલમાને એક વખત જૅકલીનની સરખામણી વેટરન એક્ટ્રેસ ઝીતન અમાન સાથે કરી નાંખી હતી.












Click it and Unblock the Notifications
